વેરાવળ નજીક વિદેશી શરાબની 864 બોટલો સાથે બે ઝડપાયા

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
વેરાવળ નજીક વિદેશી શરાબની 864 બોટલો સાથે બે ઝડપાયા 1 - image


- થર્ટી ફર્સ્ટ પહેલા પોલીસે દરોડો પાડી દબોચી લીધાં

- એક શખ્સની ધરપકડ બાકી, પકડાયેલા બે શખ્સોને બે દિવસના રીમાન્ડ પર લેવાયા

વેરાવળ : વેરાવળ તાલાલા રોડ ઉપર તા.૨૯ ના રાત્રીના પોલીસે વાહન ચેકીગ હાથ ધરેલ હતું. તે દરમ્યાન છકડોરીક્ષામાંથી વિદેશીદારૂ બોટલ નંગ ૮૬૪ ઝડપાયેલ હતી. બે ની અટકાયત કરેલ હતી. ત્રીજાની શાધખોળ હાથ ધરેલ છે કુલ રૂા.૧, ૧૯,૭૦૦ નો મુદામાલ કબજે કરેલ છે બે આરોપીઓના બે દિવસના રીમાન્ડ ઉપર લીધેલ છે.

વેરાવળ તાલાલા રોડ ઉપર ઈણાજ ગામના પાટીયા પાસે તા.૨૯ના રાત્રીના છકડોરીક્ષામાં વિદશીદારૂ આવવાનો હોય તેવી બાતમી મળતા પોલીસ અધિકારીઓ કર્મચારીઓને વાહનોમાં કડક ચેકીગ કરવાની સુચના અન્વયે પુરપાટ ઝડપે આવતા આવતા છકડોરીક્ષાને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશીદારૂ બોટલ નંગ ૮૬૪ રૂા.૪૩,૨૦૦ નો મળી આવલી હતી. તેથી ધુસીયા ગામના નાજા નારણ ડાભી, સંજય રાજાભાઈ ઉફ બાબુભાઈ રામ ઝડપાઇ ગયેલ હતા. તેની પાસેથી મોબાઈલ -૨ રૂા. ૧૧, ૫૦૦, એક બાઇક રૂા.૩૫,૦૦૦, છકડોરીક્ષા રૂા. ૩૦,૦૦૦ કુલ રૂા. ૧,૧૯,૭૦૦નો મુદામાલ કબજે કરેલ હતો. ત્રીજા આરોપી વિનુભાઈ રામભાઈ સોલંકી ની શોધખોળ હાથ ધરેલ છે.

પોલીસે જણાવેલ હતું કે વિદેશીદારૂ ધુસીયા ગામેથી ભરેલ હતો. અને ઉબા ગામે પહોંચાડવાનો હતો પકડાયેલ વિદશીદારૂ બોટલમાં દાદરનગર હવેલી દમણ એન્ડ દીવ લખેલી બોટલો હતો. જેથી બંને આરોપીઓના બે દિવસ ના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરેલ છે.


Google NewsGoogle News