જીવતા વાયર પરથી પતંગ ઉતારતા બે ભાઈઓને લાગ્યો વીજ શોક : નાનાભાઈનું મોત
- શોભાવડ ગામના યુવાનનું ધાબા પરથી પડી જતાં મોત
- સણોસરાના યુવાનને ગાળામાં દોરી ફસાઈ જતા મોત, ગઢડાનાં ઉંદરીમાં 5 વર્ષની બાળકીના ગાળામાં દોરી ફસાઈ જતાં ગંભીર
આ સમગ્ર બનાવવાની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેર જિલ્લામાં મકરસંક્રાંતિ દરમિયાન અકસ્માતે મૃત્યુ પામ્યા હોવાના બનાવવામાં ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલ જેટકો સામેના ભાગે માધવાનંદ નગરમાં રહેતા અરુણ શામજીભાઈ સરવૈયા (ઉ.વ ૧૪) અને સુનિલ શામજીભાઈ સરવૈયા (ઉ.વ ૧૭) મકરસંક્રાંતિ પર્વની પતંગ ઉડાડીને મોજ મજા માણી રહ્યા હતા તે દરમિયાન પતંગ વીજવાયરમાં ફસાઈ ગયો હતો અને આ પતંગ ને ઉતારવા માટે બંને ભાઈઓએ લોખંડનો સળીયો લીધો હતો લોખંડના સળિયા વડે વીજ વાયરમાં ફસાયેલા પતંગને ઉતારવા જતા બંને ભાઈઓને ગંભીર પણે ઈલેક્ટ્રીક શોક લાગ્યો હતો ઇલેક્ટ્રીક શોક લાગતા ની સાથે જ બંને બાળકોને ભાવનગરની સર ્ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં અરુણ શામજીભાઈ સરવૈયા નું મોત નીપજ્યું હતું તેમજ મોટાભાઈ સુનિલની સ્થિતિ ગંભીર ગણાવાઈ રહી છે. આ બનાવ અંગે મૃતકના પિતાએ બોર તળાવ પોલીસ મથકમાં જાણવા જોબ એન્ટ્રી કરાવી છે.જ્યારે સણોસરા ના ચૌહાણ શેરીમાં રહેતા અને ખેતી કામ કરી પોતાનું ગુજરાત ચલાવતા લશ્કરભાઈ ભીમાભાઇ ચૌહાણ (ઉ.વ ૪૨) ગઈકાલે સાંજના સમયે પોતાનું મોટરસાયકલ લઈને ઘરેથી વાડીએ જતા હતા તે દરમિયાન રાજકોટ ભાવનગર રોડ પર અચાનક પતંગની દોર ફસાઈ જતા ગંભીર ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું આ બનાવ અંગે પિતા વિનુભાઈએ સોનગઢ પોલીસ મથકમાં જાણવાજોગ એન્ટ્રી કરાવી હતી.તદુપરાંત ગઢડાનાં ઉંદરી ખાતે રહેતા ધીરુભાઈ ગળઘરીયા પોતાની નાનકડી એવી પાંચ વર્ષની પુત્રી સ્વરાને મોટરસાયકલ પર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક પતંગની દોર ગળામાં ફસાઈ જતા સ્વરાને ગંભીર ઈજા થઈ હતી ઈજા ગ્રસ્ત હાલત નાનકડી એવી બાળકીને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.અકસ્માતની અન્ય એક ઘટનામાં તળાજા તાલુકાના નવા શોભાવડ ગામમાં રહેતા ગીરીશભાઈ પ્રેમજીભાઈ વાઘ ( ઉં.વ. ૩૦ ) તેમના મકાનના ધાબા ઉપર પતંગ ચગાવતા હતા તે દરમિયાન અકસ્માતે ધાબા ઉપરથી નીચે પટકાતા તેમનું મોત નીપજયુ હતું.