જૂનાગઢમાં રહેણાક મકાનમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા બે ઝડપાયા, 33નાં નામ ખુલ્યાં
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્રાટકી
સ્થળ પરથી રોકડ અને મોબાઈલ સહિત કુલ રૃા.૬૯,પ૪૦નો મુદ્દામાલ જપ્ત
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પૂર્વ બાતમીના આધારે જૂનાગઢમાં સર્વોદય
સોસાયટી જશાપર બી/૧૮ના રહેણાંક મકાનમાં ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાથી દરોડો પાડયો હતો.
સ્થળ પરથી મકાન માલિક મિતેષ ઉર્ફે ટેમ્પો કિશોરભાઈ અઢીયા અને બ્રિજેશ વિનોદભાઈ પાઘડાર(રહે.બ્લોક
નં-૧પ, ખલીલપુર રોડ, વિદ્યાનગર)ની અટકાયત
કરી રૃા.૬૯,પર૦ની રોકડ
અને બે મોબાઈલ સહિત કુલ રૃા.૬૯,પ૪૦નો મુદ્દામાલ
કબ્જે કરાયો હતો.
ક્રિકેટનો સટ્ટો રમાડતો મિતેષ વરલી મટકાનો મુખ્ય ધંધાર્થી છે અને ક્રિકેટ સટ્ટા રમાડવાની માસ્ટર આઈડી બનાવી સટ્ટો રમાડનારને મોકલતો હતો. જ્યારે બ્રિજેશ વરલી મટકા હિસાબના રૃપિયા હેરફેર કરવાનો માહિર હોવાનું પુછપરછમાં સામે આવ્યું હતું. આ ઉપરાંત વિશેષ પુછપરછમાં વિરાટ (સુરેન્દ્રનગર), શાહનવાઝ (જૂનાગઢ), નેહલ (જૂનાગઢ), અબુભાઈ (જૂનાગઢ), જાવીદ (જૂનાગઢ), કિશોર (વાપી-વલસાડ), અપુભાઈ (પુના-મહારાષ્ટ્ર), મુકેશ (આણંદ), નાસીર (સાવરકુંડલા), મોહિન (ધોરાજી), અસલમ મામુ (જૂનાગઢ), મૌલિક (જેતપુર), આસીફ (જૂનાગઢ), સંજય (જેતપુર), ફિરોજ (જૂનાગઢ), આરીફ (જૂનાગઢ), રાકીશ (પુના), સચીન (પુના), બનાભાઈ (વિસાવદર), શૈરામ (પુના), કાળુભાઈ (જૂનાગઢ), કરીમબાપુ (મુંબઈ), ટીનો (જૂનાગઢ), ઈમુભાઈ (જૂનાગઢ), અજીત (જૂનાગઢ), ઈરફાન (જૂનાગઢ), જમનભાઈ (જૂનાગઢ), પિયુષ (જૂનાગઢ), રાજુ (જૂનાગઢ) અને સમીર (જૂનાગઢ)ના નામ ખુલવા પામ્યા હતા. તમામ શખ્સો વિરૃધ્ધ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાયો હતો.