બીએસએનએલ કંપનીના ટાવરમાં થી કાર્ડની ચોરી કરનાર બે આરોપી ઝડપાયા

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
બીએસએનએલ કંપનીના ટાવરમાં થી કાર્ડની ચોરી કરનાર બે આરોપી ઝડપાયા 1 - image


તળાજા તાલુકાના થરા અને બેલા ગામે ટાવરમાંથી થઈ હતી ચોરી

બંને શખ્સો પાસેથી કાર્ડ, મોબાઈલ અને મોટર સાયકલ સહિતના મુદ્દામાલ કબ્જે લેવાયો

ભાવનગર: તળાજા તાલુકાના થરા અને બેલા ગામ ખાતે આવેલ બીએસએનએલ કંપનીના ટાવરમાં લગાવવામાં આવેલ ૨જી બી.ટી.એસ. માટે વપરાતા કાર્ડ જેમાં કુલ ૨ જી બી.ટી.એસે કાર્ડ અને ટી.જી.ટી./ટી.આર.ઈ.કાર્ડ અને એ.જી.સી.કાર્ડની ચોરી થઈ હોવાની ફરિયાદ અલંગ પોલીસ મથકમાં નોંધાઈ હતી ચોરીને અંજામ આપતી ટોળકીને ઝડપી લઇ વઘુ તપાસ હાથ ધરી હતી.

આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મૂળ ઘોઘાના હાથબ ગામના વતની અને તળાજાના રોયલા ચોકડી પાસે રહેતા અને તળાજા બી એસ એન એલ માં જુનિયર ટેલિકોમ ઓફિસર તરીકે ફરજ બજાવતા પ્રભુભાઈ વેલજીભાઈ બારૈયાએ અલંગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા શખ્સો ગઇ તા.૧૪/૧૦/૨૦૨૩ થી તા.૨૪/૧૦/૨૦૨૩ દરમ્યાન થરો તથા બેલા ગામે આવેલ બી.એસ.એન.એલ. ના ટાવરમાં લગાવેલ બી.એસ.એન.એલ. કંપનીમાં ૨ જી બી.ટી.એસ.માટે વપરાતા કાર્ડ જેમાં કુલ ટી.જી.ટી./ટી.આર.ઈ.  કાર્ડ નંગ-૧૦ જેની કી.રૂ.૩૦૦૦૦ તથા એ.જી.સી.કાર્ડ નંગ-૦૨ જેની કી.રૂ.૬૦૦૦ મળી કુલ કિ.રૂ.૩૬,૦૦૦ ની મતાની કોઇ અજાણ્યો શખ્સો ચોરી કરી નાસી છૂટયા હોવાની ફરિયાદ નોંધાવી હતી અલંગ પોલીસે ગુણવંતભાઈ મનસુખભાઈ ચુડાસમા રહે. ઘોઘા રોડ ગૌશાળા પાસે અને ઈમ્તિયાઝ ભાઈ અબુભાઈ મિયાસા રહે.વડવા નેરા ભાવનગર ને કાર્ડ મોટરસાયકલ મોબાઈલ સહિતના મુદ્દામાલ સાથે પકડી લઇ વઘુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News