Get The App

ભાવનગર પોલીસ બેડાના 6 પીઆઈ, 10 પીએસઆઈની બદલી

Updated: Feb 2nd, 2024


Google NewsGoogle News
ભાવનગર પોલીસ બેડાના 6 પીઆઈ, 10 પીએસઆઈની બદલી 1 - image


- લોકસભા ચૂંટણી પૂર્વે સામૂહિક બદલીનો ગંજીપો ચિપાયો

- બોટાદ જિલ્લામાંથી બે પીઆઈ અને ત્રણ પીએસઆઈના બદલીના હુકમ થયા

ભાવનગર : લોકસભા ચૂંટણી પૂર્વે પોલીસ બેડામાં અધિકારીઓની સામૂહિક બદલીનો ગંજીપો ચિપાયો છે. અધિક પોલીસ મહાનિદેશક (વહીવટ) અને રાજ્યના ડીજી એન્ડ આઈજી ઓફ પોલીસે પીઆઈ, પીએસઆઈની બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં ભાવનગર અને બોટાદ જિલ્લાના કુલ ૨૧ અધિકારીનો સમાવેશ થાય છે.

ભાવનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર (બિન હથિયારી) વી.એ. દેસાઈની સુરત ગ્રામ્ય, પી.બી. જાદવની આણંદ, બી.એસ. જાડેજાની અમદાવાદ શહેર, ડી.ડી.ઝાલાની અમદાવાદ વિભાગ, પી.ડી. પરમારની ગીર સોમનાથ અને જે.આર. ભાચકનની અમરેલી ખાતે બદલીના ઓર્ડર નીકળ્યા છે.  જ્યારે પીએસઆઈ (બિન હથિયારી) તરીકે ફરજ બજાવતા એસ.કે. પટેલની બોટાદ, ડી.બી. ટીલાવતની સુરત, એચ.આર. જાડેજાની મોરબી, વાય.પી. વ્યાસની મોરબી, બી.બી. વાઘેલાની સુરત ગ્રામ્ય, એસ.ટી. મહેશ્વરીની રાજકોટ શહેર, એચ.એમ.ગોહિલની અમદાવાદ શહેર, એન.જી. જાડેજાની વડોદરા શહેર, આર.એમ. રહેવરની સુરત શહેર અને મહિલા પીએસઆઈ એસ.એમ. સોલંકીની સુરત શહેર બદલી થઈ છે.

બોટાદ જિલ્લા પોલીસ બેડામાંથી પીઆઈ (બિન હથિયારી) વી.બી. દેસાઈની ખેડા અને ટી.એસ. રિઝવીની જીપીએ કરાઈ ખાતે બદલી થઈ છે. પીએસઆઈ (બિન હથિયારી) આઈ.બી. જાડેજાની જીઈબી વડોદરા, વાય.એ.ઝાલાની અમદાવાદ ગ્રામ્ય અને મહિલા પીએસઆઈ એ.જે. પંડયાની પ.રે. વડોદરા બદલી કરવામાં આવી છે.

જ્યારે સુરત ગ્રામ્યના પીઆઈ (હથિયારી) વાય.એલ.મોરેની ભાવનગર અને ક્ષેત્રપાલસિંહ ડી.ઝણકાતની ગીર સોમનાથથી બોટાદ બદલી કરવામાં આવી છે. પોલીસ ઈન્સ્પેક્ટર (બિન હથિયારી)માં એસ.એન. બારોટ (એસીબી), એચ.જી. કટારિયા (અમદાવાદ શહેર), કે.ડી. ડીંડોર (દાહોદ), વી.જી. ભરવાડ (વલસાડ), એસ.એમ. ઈસરાણી (ગીર સોમનાથ), એસ.વી. શિમ્પી (પ.રે. અમદાવાદ)ની ભાવનગર પોલીસ બેડામાં બદલી થઈ છે. જ્યારે એ.એચ. રાજપુત (સુરત) અને એમ.ડી. પંચાલ (અરવલ્લી)ની બોટાદ પોલીસ બેડામાં બદલીના હુકમ થયા છે.

પીએસઆઈ (બિનહથિયારી)માં સુરત ગ્રામ્યમાંથી પી.એમ. પરમાર, એ.જી. બ્રીદ (અમદાવાદ શહેર), જયશ્રીબેન રમણભાઈ વૈદ્ય (વડોદરા શહેર), એમ.એમ. પરમાર (મહેસાણા), બી.બી. સોલંકી (અમદાવાદ શહેર), વી.કે. મકવાણા (અમદાવાદ શહેર), અરૂણાકુમારી નીછાભાઈ પટેલ (અમદાવાદ શહેર) અને એમ.જી. મવકાણા (સુરત શહેર)ની ભાવનગર જિલ્લા પોલીસમાં તેમજ બી.ડી. પટેલ (સુરત શહેર), કે.એમ.તડવી (નર્મદા), એસ.કે. પટેલ (ભાવનગર), નયનાબેન ઘનશ્યામભાઈ પરમાર (ગાંધીનગર) અને ગીતાબેન દાનુભાઈ આહિર (બનાસકાંઠા)ની બોટાદ પોલીસ બેડામાં બદલીના ઓર્ડર થયા છે.

બદલીના ત્રણ જ દિવસમાં બે પીઆઈની ફરી બદલી

ભાવનગર જિલ્લા પોલીસ બેડાના છ પોલીસ ઈન્સ્પેક્ટરની બદલીના ઓર્ડર નીકળ્યા છે. તેમાં ડી.ડી.ઝાલાની અમદાવાદ વિભાગ અને પી.ડી. પરમારની ગીર સોમનાથમાં બદલી થઈ છે. બન્ને પીઆઈ ડી.ડી.ઝાલા અને પી.ડી. પરમારની હજુ ગત તા.૨૮-૧ના રોજ ભાવનગર જિલ્લા પોલીસ વડાએ જાહેરહિતમાં બદલી કરી હતી. જેના ત્રીજા જ દિવસે ૩૧મી જાન્યુઆરીના રોજ બન્ને પીઆઈની ફરી બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, એસ.પી.એ અલીઝ રિઝર્વ પર રહેલા પીઆઈ એચ.જી. ભરવાડને નિલમબાગ પોલીસ મથકમાં, નિલમબાગ પીઆઈ પી.ડી. પરમારને સિટી ટ્રાફિક શાખા અને સિટી ટ્રાફિક શાખાના ડી.ડી. ઝાલાને લીવ રિઝર્વ પીઆઈ તરીકે બદલી કરી હતી.


Google NewsGoogle News