Get The App

આજે ધો. 12 સા.પ્ર. વિ.પ્ર. અને ગુજકેટ પરીક્ષાનું પરીણામ જાહેર થશે

Updated: May 9th, 2024


Google NewsGoogle News
આજે ધો. 12 સા.પ્ર. વિ.પ્ર. અને ગુજકેટ પરીક્ષાનું પરીણામ જાહેર થશે 1 - image


- લોકસભાની ચૂંટણી પૂર્ણ થતા

- ભાવનગરના ધો. 12 વિ.પ્ર.માં 6517, સા.પ્ર.માં 19930 અને ગુજકેટમાં નોંધાયેલ 7108 વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવશે

ભાવનગર : ચુંટણીને લઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના પેપર તપાસણીમાં ઉતાવળ રખાઈ હતી જો કે ચુંટણી ગઈકાલે પૂર્ણ થતા ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહ, સામાન્ય પ્રવાહ, ગુજકેટ અને સંસ્કૃત મધ્યમાનું પરીણામ તા. ૯ના રોજ ઓનલાઈન જાહેર કરવાનું નિશ્ચિત કરાયું છે. વિદ્યાર્થી વેબસાઈડ પરથી તેમજ વોટસએપ પરથી પણ પોતાનું પરીણામ મેળવી શકશે.

માર્ચ ૨૦૨૪માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધો. ૧૨ વિજ્ઞાન પવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ. બુ. પ્રવાહ, ગુજકેટ ૨૦૨૪ અને સંસ્કૃત મધ્યમાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર તા. ૯-૫ના રોજ સવારનાં ૯ કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનુ પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરી મેળવી શકશે. વિદ્યાર્થીઓ વોટસએપ નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને એસ.આર. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. 

ભાવનગરમાં આ વર્ષે ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ગુ્રપ એ. બી. અને એ.બી. સાથે રેગ્યુલરમાં ૫૮૬૩ તથા રીપીટર ૬૫૪ મળી ૬૫૧૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો બોટાદમાં રેગ્યુલર ૮૩૨ અને ૯૦ રીપીટર મળી ૯૨૨ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં ભાવનગરમાં નિયમિત રીપીટર, ખાનગી મળી કુલ ૧૯૯૩૦ તો બોટાદમાં ૫૮૯૫ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે ગુજકેટની પરીક્ષામાં નોંધાયેલા ૭૧૦૮ ભાવનગર અને ૮૮૫ બોટાદના પરીકાષાર્થીઓનું પણ પરીણામ તા. ૯ના રોજ જાહેર થનાર છે. પરીણામ આવતા વિદ્યાર્થીઓની ઉત્સુકતાનો અંત આવશે. 


Google NewsGoogle News