Get The App

આજે મેઇન્ટેનન્સના વાંકે અડધા ભાવનગરમાં પાણી નહીં મળે

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
આજે મેઇન્ટેનન્સના વાંકે અડધા ભાવનગરમાં પાણી નહીં મળે 1 - image


- શેત્રુંજી પાઈપ લાઈન પર મહાપાલિકા રીપેરીંગ કામગીરી હાથ ધરાશે 

- તખ્તેશ્વર ફિલ્ટર, ડાયમંડ ઇએસઆર, પ્રભુદાસ તળાવ ઇએસઆર, ચિત્રા ફિલ્ટર વગેરે હેઠળના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહેશે 

ભાવનગર : ભાવનગર મહાપાલિકા દ્વારા આવતીકાલે સોમવારે શેત્રુંજી પાઈપ લાઈન પર રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવશે, જેના પગલે આશરે અડધા ભાવનગર શહેરમાં પાણી વિતરણ બંધ રહેશે. રીપેરીંગ કામગીરી પૂર્ણ થયા બાદ પાણી વિતરણ રાબેતા મુજબ કરવામાં આવશે. પાણી વિતરણ નહીં થાય તેથી લોકોની મૂશ્કેલી વધશે. 

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તા. ૧૪ ઓકટોબર-૨૦૨૪ ને સોમવારનાં રોજ શેત્રુંજી પાઈપ લાઈન પર મેઇન્ટેનન્સ કામ કરવા માટે સવારના ૧૦.૦૦ કલાક થી સાંજ ૬.૦૦ કલાક સુધી શટડાઉન લેવામાં આવશે, જેથી શેત્રુંજી ડેમમાંથી મળતી પાણીની આવક સવારના ૧૦.૦૦ કલાકથી કામ પૂર્ણ થાય ત્યાં સુધી બંધ રહેશે. આ કારણોસર આવતીકાલે સોમવારનાં રોજ પાણી સપ્લાય ઘણા વિસ્તારોમાં બંધ રહેશે, જેમાં તખ્તેશ્વર ફિલ્ટર આધારિત આતાભાઈ-રૂપાણી સર્કલ વિસ્તાર વિદ્યાનગર આરટીઓ ઓફિસ વિસ્તાર, અનંતવાડીનો તમામ વિસ્તાર બાંભણીયાની વાડી ગુલાબવાડી આઈટીઆઈ પેડક વિસ્તાર ડીએસપી કચેરી વિસ્તાર તેમજ ડાયમંડ ઇએસઆર આધારિત મહાત્મા ગાંધી સોસાયટી, મેલડીમાંની ધાર, મ્યુની. કર્વાટર, બોરડીગેટ, આનંદનગર, ખેડૂતવાસ-૧ વણકરવાસ, ડેરીરોડ, જોગીવાડ આજુબાજુનો વિસ્તારનો સમાવેશ થાય છે. 

ઉપરાંત પ્રભુદાસ તળાવ ઇએસઆર આધારિત સવાભાઈનો ચોક, બુદ્ધદેવ સર્કલ પ્રભુદાસ તળાવ મઢુલી વિસ્તાર, નવાબંદર રોડ, આનંદવીહાર ચેરીટી કમિશ્નર, શિશુવિહાર વીસ્તાર, જમનાકુન્ડ, પોપટનગર, ઘનાનગર, પ્રેસરોડ, રૂવાપરી રોડ, વાલ્કેટગેટ આજુબાજુનો વિસ્તાર તેમજ ચિત્રા ફિલ્ટર આધારિત શાંતિનગર, શિક્ષક સોસાઇટી, નિર્ભય સોસાઇટી, ગણેશનગર, ગોતમેશ્વર સુખસાગર, કર્મચારી સોસાયટી મહાલક્ષ્મી સોસાયટી, પોલીસ લાઈન તથા હાદાનગર વિસ્તાર, સીદસર ગામ, ઈશ્વરનગર આજુબાજુનો તમામ વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે તેમ ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવેલ છે. 

તહેવારોના દિવસોમાં જ મનપાને રીપેરીંગ કામગીરી યાદ આવી 

ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગને તહેવાર પર જ રીપેરીંગ કામગીરી યાદ આવી છે, જેના પગલે આવતીકાલે સોમવારે શહેર ઘણા વિસ્તારોને પાણી વિતરણ કરવામાં નહીં આવે તેથી લોકોની મૂશ્કેલી વધશે તેમ ચર્ચાય રહ્યુ છે. હાલ નવરાત્રિનો તહેવાર પૂર્ણ થયો છે અને આગામી દિવસોમાં દિવાળી પર્વ આવી રહ્યુ છે. દિવાળી પર્વના પગલે હાલ મહિલાઓએ ઘરની સફાઈ હાથ ધરી છે, જેમાં પાણીની જરૂરીયાત વધુ હોય છે પરંતુ આવા સમયે જ મહાપાલિકાએ રીપેરીંગ કામગીરી શરૂ કરી છે તેથી લોકોમાં રોષ વધશે તેમ જણાય રહ્યુ છે.  


Google NewsGoogle News