વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાને ફિનાઈલ પી લીધું, આરોપીની ધરપકડ

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાને ફિનાઈલ પી લીધું, આરોપીની ધરપકડ 1 - image


કાલાવડ રોડ પરના વામ્બે આવાસ યોજનાની ઘટના

યુવાને પત્નીની સારવાર માટે રપ ટકા લેખે આરોપી પાસેથી રૃા.ર૦ હજાર વ્યાજે લીધા હતા

રાજકોટ :  કાલાવડ રોડ પરના વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં સોનુભાઈ ચંદુભાઈ વાળા (ઉ.વ.ર૪)એ વ્યાજખોરના ત્રાસથી કંટાળી ફિનાઈલ પી લેતાં તેને સિવીલમાં ખસેડાયો હતો. રાજકોટ તાલુકા પોલીસે આરોપી વિજયપરી ભીખુપરી ગોસ્વામી (રહે. વામ્બે આવાસ યોજનાના કવાર્ટર) સામે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી.

ફરિયાદમાં સોનુભાઈએ જણાવ્યું કે હરિપરના પાટિયા પાસે આવેલા કારખાનામાં પત્ની દિપાલી સાથે મળી સફાઈ કામ કરે છે.  છ માસ પહેલાં પત્ની બિમાર પડતાં આરોપી પાસેથી રૃા.ર૦ હજાર રપ ટકા લેખે વ્યાજે લીધા હતા. જેનો દર મહિને રૃા.પ હજાર  હપ્તો ભરતો હતો. ચાર હપ્તા ભર્યા બાદ પૈસાની સગવડ નહીં થતાં બે મહિનાથી હપ્તા ભરી શક્યો ન હતો. જેથી આરોપી ઘરે આવ્યો હતો અને પઠાણી ઉઘરાણી કરી દસ દિવસમાં રૃપિયા ૯૦ હજાર પેનલ્ટી સાથે ચૂકવી દેવાનું કહ્યું હતું. અન્યથા બંને પગ તોડી, કપાવી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં જ્ઞાાતિ પ્રત્યે પણ અપમાનિત કર્યો હતો.

આરોપીના ત્રાસથી કંટાળી જૂનાગઢ માતા-પિતાને ત્યાં જતો રહ્યો હતો. જેથી આરોપી જૂનાગઢ પણ આવ્યો હતો અને પઠાણી ઉઘરાણી કરી ફરીથી જ્ઞાાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. આ સમય દરમિયાન તેની પત્ની રાજકોટ એકલી રહેતી હતી. તેની પાસે પણ અવાર-નવાર આરોપી જઈ પઠ્ઠાણી ઉઘરાણી કરી, જ્ઞાાતિ પ્રત્યે અપમાનિત કરતો હતો. તે રાજકોટ આવતા પત્ની સાથે આરોપીના ઘરે ગયો હતો. એટલું જ નહીં તેને ટૂંક સમયમાં પૈસા પરત કરી દેવાની આજીજી કરી હતી. આ વખતે આરોપીએ તેના પત્નીના નામની ચેકબુક બળજબરીથી પડાવી લીધી હતી. જેમાંથી ત્રણ કોરા ચેકમાં સહી પણ કરાવી લીધી હતી. તે વખતે આરોપીએ કહ્યું કે જો દસ દિવસમાં તમામ પૈસા પેનલ્ટી સાથે નહીં ચૂકવો તો જોયા જેવી થશે. સાથો-સાથ ફરીથી જ્ઞાાતિ પ્રત્યે અપમાનિત પણ કર્યો હતો.

અવાર-નવાર ઘરે આવી આરોપી અન્ય લોકોની હાજરીમાં પણ પઠ્ઠાણી ઉઘરાણી કરી ધમકી આપતો હતો. તેનાથી પૈસાની સગવડ નહીં થતાં ખૂબ જ ટેન્શનમાં આવી ગયો હતો. પરિણામે ગઈકાલે પાર્કિંગ એરિયામાં ફિનાઈલ પી લીધું હતું. પત્ની જોઈ જતાં બોટલ છીનવી ૧૦૮ બોલાવી હતી. જેમાં સિવીલ હોસ્પિટલમાં જઈ સારવાર લીધા બાદ રજા મળતાં ફરિયાદ નોંધાવી હતી.


Google NewsGoogle News