For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

વેરાવળથી દોડતી કેટલીક ટ્રેનના સમયમાં 15 મી મેથી ફેરફાર થશે

Updated: May 7th, 2024

વેરાવળથી દોડતી કેટલીક ટ્રેનના સમયમાં 15 મી મેથી ફેરફાર થશે

- ભાવનગર રેલવે ડિવિઝનમાં 

- અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ચાલી રહેલા પુનવકાસના કામોને કારણે રેલવે પ્રશાસનનો નિર્ણય

ભાવનગર : પશ્ચિમ રેલ્વેના અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ચાલી રહેલા પુનવકાસના કામોને કારણે, ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી કેટલીક ટ્રેનોને અમદાવાદથી ગાંધીનગર કેપિટલ સ્ટેશન તરફ આગમન/પ્રસ્થાન માટે ડાયવર્ટ કરવામાં આવી છે. 

ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, ટ્રેનોના નિયમન, જાળવણી તથા ટ્રેનોની સમયની પાબંદતાને ધ્યાનમાં રાખીને, રેલ્વે પ્રશાસને ૧૫.૦૫.૨૦૨૪ થી કેટલીક ટ્રેનોના સમયમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. જે મુજબ ટ્રેન નંબર ૨૨૯૫૭ ગાંધીનગર કેપિટલ-વેરાવળ સુપરફાસ્ટ તેના વર્તમાન નિર્ધારિત સમય ૨૧.૫૫ કલાકને બદલે ૨૧.૪૫ કલાકે ગાંધીનગર કેપિટલથી ઉપડશે અને વેરાવળ સ્ટેશને ૬.૦૦ કલાકને બદલે ૫.૪૫ કલાકે પહોંચશે.

ટ્રેન નં. ૧૯૧૧૯ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ હવે તેના વર્તમાન નિર્ધારિત સમય સવારે ૧૦.૩૫ વાગ્યે ને બદલે માત્ર ૫ મિનિટ વહેલી એટલે કે સવારે ૧૦.૩૦ વાગ્યે ગાંધીનગર કેપિટલથી ઉપડશે, ત્યાર બાદ આ ટ્રેનના સમયમાં અન્ય સ્ટેશનોં પર કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

વેરાવળથી ટ્રેન નંબર ૨૨૯૫૮ના પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ આ ટ્રેન તેના ગંતવ્ય ગાંધીનગર કેપિટલ સ્ટેશને તેના વર્તમાન નિર્ધારિત સમય ૦૫.૫૫ કલાકને બદલે ૦૫.૪૦ કલાકે પહોંચશે. ટ્રેન નં. ૧૯૩૧૯ વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસના સમયમાં માત્ર જૂનાગઢ (૫ મિનિટ વહેલા પ્રસ્થાન) અને રાજકોટ (૧૦ મિનિટ વહેલા પ્રસ્થાન) સ્ટેશનો પર નાના ફેરફારો કરવામાં આવ્યા છે, ત્યારબાદ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ટ્રેન નં. ૧૯૨૫૨ ઓખા-સોમનાથ એક્સપ્રેસમાં, માત્ર રાજકોટ અને ભક્તિનગર સ્ટેશનોના ઉપડવાનો સમય ૧૦ મિનિટ વહેલા કરવામાં આવ્યો છે, તે સિવાય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ટ્રેન નંબર ૧૯૨૫૧ સોમનાથ-ઓખા એક્સપ્રેસના સમયમાં માત્ર ભક્તિનગર (૧૫ મિનિટ વહેલા પ્રસ્થાન) અને રાજકોટ (૭ મિનિટ પછી પ્રસ્થાન) સ્ટેશનો પર નજીવા ફેરફારો કરવામાં આવ્યા છે, ત્યારબાદ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Gujarat