ભાણવડના માનપરમાં દોઢ માસ પૂર્વે થયેલી લૂંટમાં ત્રણ શખ્સોની ધરપકડ
એલસીબીએ સિક્કા અને
ધારાગઢના આરોપીઓને દબોચી લીધા
પકડાયેલો એક શખ્સ જામનગર, મોરબી સહિતના વિસ્તારોમાં ઘરફોડ ચોરી, વાહન ચોરી, ૪ ભંગાર ચોરી તેમજ ડીઝલ ચોરી પ્રકરણમાં સંડોવાયેલો હોવાનું ખૂલ્યું
ગત તારીખ ૩૦ જાન્યુઆરીના રોજ ભાણવડ તાલુકાના માનપર ગામે
રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા એક આસામીના રહેણાંક મકાનમાં દાગીના સહિતનો
મુદ્દામાલની લૂટ થયાની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી . એ પછી
એલસીબી પોલીસે ે ચોરી લૂટની જુદી જુદી
મોડેસ ઓપરેન્ડી ધરાવતા શખ્સોની તપાસ આરંભી હતી.આ પ્રકરણનો ભેદ ઉકેલવામાં મહત્વની
સફળતા મેળવી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જામનગર તાલુકાના સિક્કા ગામના
મૂળ રહીશ જાવીદ ઉર્ફે જાવલો ઈશાભાઈ હુંદડા નામનો ૩૬ વર્ષનો મુસ્લિમ વાઘેર શખ્સ કે
જે હાલ મહારાષ્ટ્રના માલેગાંવ સ્થિત દયાના રોડ ખાતે રહેતો હતો, ત્યાં જઈ અને
તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.
પોલીસ દ્વારા
ઉપરોક્ત આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા પોપટ બની ગયેલા આ શખ્સે લૂંટનો મુદ્દામાલ
કાઢી આપ્યો હતો અને તેણે ચોરી કરી,
માલેગાંવ નાસી ગયાની કબુલાત પોલીસ સમક્ષ આપી હતી. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય
બે શખ્સો એવા ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે રહેતા ઈરફાન ઓસમાણ શેઠા (ઉ.વ. ૩૦) અને
હનીફ ઉર્ફે ગની ઈબ્રાહીમ નાય (ઉ.વ. ૪૫) નામના બે શખ્સોને પણ દબોચી લેવામાં આવ્યા
હતા. આટલું જ નહીં, આ
પ્રકરણમાં ખંભાળિયા તાલુકાના પીર લાખાસર ગામનો નવાજ જુમા દેથા નામનો શખ્સ પણ
સંડોવાયેલો હોવાથી પોલીસે તેને હાલ ફરાર ગણી,
તેની શોધખોળ હાથ ધરી છે.
ઝડપાયેલા
આરોપી પાસેથી પોલીસે રૃપિયા ચાલીસ હજારની કિંમતનો સોનાનો વેઢલો તેમજ રૃ. ૧૦,૦૦૦ ની કિંમતનો
એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે. ઝડપાયેલો મુખ્ય આરોપી જાવીદ ઉર્ફે જાવલો ઈશાભાઈ
અગાઉ જામનગર, મોરબી, ભચાઉ, રાજકોટ, ખંભાળિયા, વાડીનાર, દ્વારકા, કલ્યાણપુર, મીઠાપુર, વિગેરે
વિસ્તારોમાં ચાર ઘરફોડ ચોરી,
૧૦ વાહન ચોરી, ૪ ભંગાર
ચોરી તેમજ ડીઝલ ચોરી પ્રકરણમાં સંડોવાયેલો હોવાનું ખુલવા પામ્યું છે. અન્ય આરોપી
ઇરફાન ઓસમાણ પણ ખૂન અને મારામારીના ગુનામાં તેમજ આરોપી ગની ઈબ્રાહીમ ઘરફોડ ચોરી
તેમજ જુદા જુદા સ્થળોએ પવનચક્કીના કેબલ વાયરની ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું
પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.