ભાવનગર જિલ્લામાં અલગ-અલગ ત્રણ અકસ્માતમાં બાળા સહિત ત્રણના મોત
- માઢિયા નજીક કારે બાઈકને અડફેટે લેતા માસૂમ બાળકીનું મોત
- આધેડ શીંગ-દાળિયા વહેંચતા હતા ત્યારે અકસ્માત સર્જાયો, લોંગડી ટોલનાકા નજીક બાઇકને બોલેરોએ અડફેટે લેતાં આધેડનું મોત
ભાવનગર : ભાવનગર જિલ્લામાં અકસ્માતના અલગ અલગ ત્રણ બનાવોમાં બાળા સહિત ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જેમાં વલભીપુર બસ સ્ટેશન પાસે સિંગ દાળિયા વહેંચતા આધેડને ડમ પડે લેતા મોત થયું હતું જ્યારે મહુવાના માઢીયા નજીક કારે બાઈકને અડફેટે લેતા માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું તદઉપરાંત મહુવા ભાવનગર હાઈવે પર આવેલા લોંગડી ટોલનાતા નજીક બાઇક અને કાર અથડાતા આધેડનું મોત થયું હતું.
આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર વલભીપુર ખાતે રહેતા તરસંગભાઈ બેચરભાઈ રાઠોડ વલભીપુર બસ સ્ટેન્ડની સામે રોડ ઉપર શીંગ-દાળીયા વેચવાનો વેપાર કરતો હતા. તેવામા ઉપરોક્ત ડમ્પર નંબર જી.જે.૦૪-એક્સ-૬૭૨૦ ના ચાલકે તેનુ ડમ્પર પુરઝડપે અ ને બેફીકરાઇ થી ગફલત ભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી તરસંગભાઇ સાથે ભટકાડી શરીરના ભાગે નાની મોટી તેમજ ગંભીર ઈજા પહોંચાડી પોતાનુ ડમ્પર લઇ નાસી છૂટયા હતા.દરમિયાનમાં ગંભીર હાલતે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના મોટાભાઈ બનેસંગભાઈ બેચરભાઈ રાઠોડે ડમ્પર ચાલક વિરુધ્ધ વલભીપુર પોલીસ મથકમાં નોંધાવી છે.જ્યારે બીજા બનાવમાં
મહુવાના ખરેડ ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા જગદીશભાઈ હાજાભાઇ મકવાણા તેમના પત્ની અને દીકરી તેમના સાસુના ઘરેથી તેમનું મોટરસાઇકલ લઇ ઘરે પરત આવવા નીકળ્યા હતા ત્યારે શનિદેવના મંદિર સામે તેમનું બાઈક ઉભું રાખી તેમના ભત્રીજા ભાવેશની ગાડીની રાહ જોતા હતા તે દરમિયાન ભાણવડ તરફથી આવી રહેલી કાર નં. જી.જે.૦૪-ઇ.ઇ.-૦૬૦૪ ના ચાલકે વળાંકમાં ટન મારી જગદીશભાઈની દીકરી ધમાબેન ( ઉં. ૧ વર્ષ ૬ માસ ) ને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડતા તેમને સારવાર માટે મહુવાની હનુમંત હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે જગદીશભાઈ મકવાણા એ કાર નં.જી.જે.૦૪-ઇ.ઇ.૦૬૦૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.જ્યારે ત્રીજા બનાવમાં રાજુલા માં આવેલ બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચના આસિસ્ટન્ટ મેનેજર સંજયકુમાર ગોકુલચંદ મીણા ( રહે. રાજુલા, મૂળ વતન મોટી ડુંગરી, અલવર, રાજસ્થાન ) ગઈકાલે સવારે તેમનું બાઇક નં. આર.જે.૦૨-એ.એસ.-૫૫૫૫ લઈને તેમના કોઈ કામ માટે રાજુલા થી ભાવનગર જવા નીકળ્યા હતા ત્યારે મહુવા - ભાવનગર હાઇવે પર આવેલ લોંગડી ટોલનાકા નજીક આશ્રમ પાસે સામેથી આવી રહેલ બોલેરો નં.જી.જે.૦૪-એ.ડબલ્યુ-૪૬૧૨ સાથે અકસ્માત થતા સંજયકુમાર મીણાને ગંભીર ઇજા સાથે સારવાર અર્થે મહુવાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ બોલેરો સ્થળ પર છોડી તેનો ચાલક ફરાર થઈ ગયો હતો.આ બનાવ અંગે બેન્ક ઓફ બરોડા રાજુલા શાખાના મેનેજર પંકજકુમાર નરેશકુમાર શર્માએ બોલેરોના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બગદાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ધંધુકા પાસે કાર અને બાઈક અથડાતા પત્નીનું મોત, પતિને ઈજા
લીંબડી તાલુકાના બોરાણા ગામે રહેતા દિલાવરભાઈ લાઉદીનભાઈ મુલતાનીએ ધંધુકા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે,મહમદભાઈ નિઝામુદ્દીનભાઇ મુલતાની અને તેમના પત્ની મિતલબેન બાઈક નંબર જીજે ૧૩ એપી ૫૧૦૪ લઈને જઈ રહ્યા હતા.તે દરમિયાન ઘંઘૂકા પાસેના ખેતીવાડી સંશોધન કેન્દ્ર પાસે કાર ચાલકે પોતાનું વાહન પુરઝડપે બેદરકારી અને ગફલતભરી રીતે ચલાવી રોંગ સાઈડમાં આવી બાઈક સાથે અથડાવી પતિ પત્નીને ગંભીર ઈજા કરી નાસી છૂટયો હતો.પતિ પત્ની ને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પત્ની મિત્તલબેન મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના પિતાએ ઘઘૂકા પોલીસ મથકમાં કાર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.