પીજીવીસીએલના વાયર ચોરીમાં ત્રિપુટી ઝડપાઈ

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
પીજીવીસીએલના વાયર ચોરીમાં ત્રિપુટી ઝડપાઈ 1 - image


વાયરના ગુંચળાનો ભંગાર વેચવા નીકળી ત્યાં ત્રણ શખ્સ ક્રાઈમ બ્રાંચની ઝપટે ચડી

મગલાણા ૬૬ કે.વી. સબ સ્ટેશન વિસ્તારની અલગ-અલગ જગ્યાએથી ચોરી કર્યાની કબૂલાત

સિહોર: સિહોર તાલુકાના મગલાણા ગામે આવેલ પીજીવીસીએલના ૬૬ કે.વી. સબ સ્ટેશન વિસ્તારમાંથી પીજીવીસીએલના વાયરની ચોરી કરનાર ત્રણ શખ્સ ક્રાઈમ બ્રાંચની ઝપટે ચડી ગયા છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર એલસીબી-પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ગઈકાલે સિહોર પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે ભાવનગર-વલ્લભીપુર હાઈવે પર ઘાંઘળી ચોકડી ખાતે પહોંચતા વલ્લભીપુર તરફથી એક સફેદ કલરની બોલેરો પીકઅપ નં.જીજે.૦૪.એડબ્લ્યુ.૬૭૫૭માં ત્રણ શખ્સ એલ્યુમિનિયમ અને લોખંડ જેવી ધાતુના વાયરના ગુંચળાનો ભંગાર વેચવા નીકળ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાંચ-પેરોલ ફર્લો સ્કવોડની ટીમે વોચ ગોઠવી ઉપરોક્ત નંબરની બોલેરો પસાર થતાં તેને રોકી તલાશી લેતા પીજીવીસીએલના એલ્યુમિનિયમ અને લોખંડના વાયરના ગુંચળા મળી આવતા ક્રાઈમ બ્રાંચે સાદ્દીક ઈકબાલભાઈ ગોગદા (રહે, ચાવંડ, તા.લાઠી, જિ.અમરેલી), વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ (રહે, મગલાણા, તા.સિહોર) અને પરેશ કરશનભાઈ પરમાર (રહે, ચોગઠ, તા.ઉમરાળા) નામના ત્રણ શખ્સની શંકાના આધારે અટકાયત કરી પૂછતાછ કરતા ત્રણેય શખ્સે મગોાણા ૬૬ કે.વી. સબ સ્ટેશન વિસ્તારના અલગ-અલગ જગ્યાએથી પીજીવીસીએલના વાયરની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાંચે ૯૫૫ કિલો વાયરના ગુંચળા, બોલેરો સહિત કુલ રૂા.૮,૯૪,૨૨૫ના મુદ્દામાલ સાથે ત્રણેય શખ્સને સિહોર પોલીસને સોંપી દીધા હતા.



Google NewsGoogle News