હોટલના સ્ટાફ સાથે ગરવર્તણૂક કરી સિક્યુરિટી એડવાઈઝરને ધમકી આપી
ભાવનગર : કાળિયાબીડ ભગવતી સર્કલ પાસે રહેતા અને અને નિલમબાગ પેલેસ હોટલમાં સિક્યુરિટી એડવાઈઝર તરીકે ફરજ બજાવતા વિકાસભાઈ વિક્રમભાઈ ઈઝાવા એ નિલમબાગ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે,ગઇ કાલ તા.૩૦ નવેમ્બર ૨૦૨૪ ના રોજ નિલમબાગ પેલેસ હોટલમાં નોકરી ઉપર હાજર હતો ત્યારે આશરે બપોરના દોઢ વાગ્યે રીસેપ્શનમાં જલ્પાબેન કાંતિભાઈ પડાયા હાજર હતા. તે વખતે મોબાઈલ નં.- ૯૪૦૯૩૦૦૦૯૪ ઉપરથી નિલ મબાગ પેલેસ હોટલના લેન્ડલાઇન ફોનમાં ફોન આવ્યો હતો. જે ફોન જલ્પાબેને રીસીવ કરતા પ્રથમ આ વ્યક્તિએ પ્રથમ હિન્દી ભાષામાં પોતાની ઓળખ મિસ્ટર રાજા તરીકેની આપી અને જણાવેલ કે તેઓને નિલમબાગ પેલેસ હોટલ પુરો એક મહિના માટે ફેમીલી માટે બુક કરાવો છે.જેથી જલ્પાબેને મિસ્ટર રાજા સાથે વધુ વિગત માટે પુછપરછ કરતા તેની સાથે ફોનમાં ઉધ્ધતાઇ પુર્વક વર્તન કરવા લાગ્યો હતો. અને જેમ ફાવે તેમ બોલવા લાગેલ જેથી વિકાસભાઈએ ફોનમાં વાત કરતા આ વ્યક્તિને તેનુ નામ પુછતા પોતે પોતાનુ નામ ભાર્ગવ ચૌહાણ( રહે. ભાવનગર ) તરીકેની ઓળખ આપી હતી.અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું.દરમિયાનમાં હોટલ પર આવી મારી નાખવાની ધમકી આપી હતી.