મોટાભાઇએ દારૃ પીવાના પૈસા ન આપતાં નાનાભાઇનો આપઘાત

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
મોટાભાઇએ દારૃ પીવાના પૈસા ન આપતાં નાનાભાઇનો આપઘાત 1 - image


કુતિયાણામાં ગળાફાંસો ખાઇ લીધો

કેશવ ગામે ઝેરી દવા પી લેતા પ્રૌઢનું મોત

પોરબંદર :  પોરબંદરના કુતિયાણા ગામે મોટાભાઈએ નાના ભાઈને દારૃ પીવાના પૈસા નહીં આપતા નાના ભાઈને મનમાં લાગી આવ્યું હતું અને ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ભારે અરેરાટી ફેલાઈ છે. જ્યારે કેશવ ગામની સીમમાં આધેડે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.

કુતિયાણાના વણકર વાસમાં થેપડા ઝાંપા ખાતે રહેતા પરષોત્તમ ખોડાભાઈ ભાદરકા નામના ૪૦ વર્ષના યુવાને કુતિયાણા પોલીસમાં એવું જાહેર કર્યું છે કે તેના નાનાભાઈ અનિલ ભાદરકાને દારૃ પીવાની ટેવ હતી અને દારૃ પીવા માટે અનિલે પરસોતમભાઈ પાસે પૈસા માંગ્યા હતા. આથી પરસોતમભાઈએ દારૃ માટે પૈસા આપવાની ના પાડતા અનિલને મનમાં લાગી આવ્યું હતું અને તેને પોતાની મેળે તેના મકાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

કેશવ ગામની સીમમાં રહેતા રામભાઈ નેભાભાઈ મોઢવાડિયા (ઉં.વ. ૫૧)એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી અને તેમનું મોત થયું છે. આગળની તપાસ બગવદર પોલીસ ચલાવે છે.


Google NewsGoogle News