Get The App

જે કામ થાય એ ગુણવત્તાયુક્ત થવુ જોઈએ : મુખ્યમંત્રી

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
જે કામ થાય એ ગુણવત્તાયુક્ત થવુ જોઈએ : મુખ્યમંત્રી 1 - image


- ભાવનગરમાં મુખ્યમંત્રીના હસ્તે રૂ. 575.99 કરોડના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા 

- હાલ ભારત અર્થવ્યવસ્થામાં પાંચમાં ક્રમે પહોંચી ગયુ છે, ભાજપને ત્રીજીવાર બેસાડો એટલે ત્રીજી ક્રમે પહોંચી જઈએ : વિકાસના મુદ્દે કોંગ્રેસની ટીકા કરી

ભાવનગર : જે કામ થાય એ ક્વોલિટીવાળુ થવુ જોઈએ તેમ આજે રવિવારે ભાવનગર ખાતે સરકારી કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રીએ જણાવ્યુ હતું. ભાવનગરમાં મુખ્યમંત્રીના હસ્તે રૂ. પ૭પ.૯૯ કરોડના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા હતું. મુખ્યમંત્રીએ વિકાસની વાતો કરી હતી અને વિકાસના મુદ્દે કોંગ્રેસની ટીકા કરી હતી.  

ભાવનગર શહેર-જિલ્લામાં આજે રવિવારે મુખ્યમંત્રી સરકારી અને ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતાં. મુખ્યમંત્રી બપોરના ૧.ર૦ કલાકે ભાવનગર એરપોર્ટ પર આવ્યા હતા, જયાં તેમનુ અધિકારી-પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ, ત્યારબાદ મુખ્યમંત્રી વિદ્યાનગર ખાતે કલેક્ટર કચેરીનુ નવુ બિલ્ડીંગ બનાવવાનુ છે, તેનુ ખાતમુહૂર્ત કરવા માટે ગયા હતાં. સરદારનગર ખાતે આવેલ મેઘાણી ઓડિટોરીયમ ખાતે મુખ્યમંત્રીના હસ્તે રૂ. પ૭પ.૯૯ કરોડના કામના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયુ હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, જે કામ થાય એ ક્વોલિટીવાળુ થવુ જોઈએ. વિકાસ સાથે વિરાસતનુ જતન કરવુ જોઈએ. અયોધ્યાનગરીમાં જોવો કેવો વિકાસ થાય છે. વર્ષ-૧૯૮પમાં ૧પ હજાર કરોડનુ બજેટ ફાળવવામાં આવતુ હતુ, હાલ આ બજેટ મહાપાલિકાનુ હોય છે, હાલ રૂ. ૩ લાખ કરોડનુ બજેટ હોય છે તેમ કહી કોંગ્રેસની ટીકા કરી હતી. ગુજરાત મોડેલ નરેન્દ્રભાઈ મોદીને આભારી છે. હાલ અર્થવ્યવસ્થામાં પ ક્રમે પહોંચી ગયા છીએ, ભાજપને ત્રીજીવાર બેસાડો એટલે ત્રીજી ક્રમે પહોંચી જઈએ. હાલ તમામા મોમાથી નિકળે તે કામ થાય છે. તેઓએ સ્વચ્છતા સહિતની વાતો કરી હતી. 

સરકારી તંત્રના કાર્યક્રમમાં પદાધિકારી, અધિકારી, કર્મચારી, ભાજપ કાર્યક્રરો વગેરે હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા રવાના થયા હતાં. સોનગઢ કાર્યક્રમ પૂર્ણ કરી મુખ્યમંત્રી ફરી ભાવનગર એરપોર્ટ આવ્યા હતા અને સાંજે તેઓ ફરી ગાંધીનગર જવા રવાના થયા હતાં.  

ભાવનગરમાં ડુપ્લીકેટ બીલોવાળા સૌથી વધુ પકડયાની મુખ્યમંત્રીની ટકોર 

ભાવનગર ખાતેના સરકારી કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ વિકાસની વાતો કરી હતી અને હાલ જીએસટી કલેક્શન ઘણુ વધ્યુ છે. ભાવનગરમાં ડુપ્લીકેટ બીલોવાળા સૌથી વધુ પકડયા છે તેમ મુખ્યમંત્રીએ ટકોર કરી હતી. પહેલા ઘણા લોકો ટેક્સ ભરતા ન હતા પરંતુ હવે ખોટાને સજા થાય છે તેથી ટેક્સ ભરવા લાગ્યા છે. 

ક્રિકેટ મેદાન, રીંગ રોડ સહિતના કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા 

સરકારી તંત્રના કામના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી વિભાગના રૂ. ૧.૮૭ કરોડના કામમાં ક્રિકેટ મેદાન સહિતના લોકાર્પણ અને રૂ. ૬.૬૭ કરોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. માર્ગ અને મકાન વિભાગના રૂ. ૩૩૦ કરોડના કામના ખાતમુહૂર્ત કરાયા હતાં. ભાવનગર મનપાના ૧૪૧.ર૦ કરોડના લોકાર્પણ અને રૂ. ૬૦.૭૦ કરોડના કામના ખાતમુહૂર્ત કરાય હતાં. પ્રાદેશિક નગરપાલિકાઓની કચેરીના રૂ. ર૩.૭૦ કરોડના કામોનુ લોકાર્પણ કરાયુ હતું. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) તથા સર્વશિક્ષા અભિયાન ભાવનગરના રૂ. ર.૮પ કરોડના કામનુ લોકાર્પણ અને રૂ. ૯ કરોડના કામના ખાતમુહૂર્ત કરાયા હતાં. 


Google NewsGoogle News