જગન્નાથજીની રથયાત્રાના અખાડામાં જોવા મળશે દર્ગાવાહિનીની દીકરીઓનો દમ

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
જગન્નાથજીની રથયાત્રાના અખાડામાં જોવા મળશે દર્ગાવાહિનીની દીકરીઓનો દમ 1 - image


- રથયાત્રામાં છેલ્લા બે વર્ષથી દીકરીઓ પણ અખાડાના કરતબમાં જોડાય છે

- અખાડાના દાવ દિકરાઓ કરી શકે તો દીકરીઓ કેમ નહીં? આ વિચાર સાથે 40 દીકરીઓ પણ અખાડાના દાવપેચમાં જોડાશે

ભાવનગર : હાથી ઘોડા પાલખી, જય કનૈયાલાલ કી.... આગામી ૭મી જુલાઈના દિવસે ભાવનગર શહેરના માર્ગો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળવાની છે. રથયાત્રાના આકર્ષણો પૈકીનું એક આકર્ષણ હોય છે અખાડના દાવપેચ. સામાન્ય રીતે અખાડામાં પુરૂષો જ જોડાય છે પરંતુ અખાડાના દાવ દિકરાંઓ કરી શકે તો દિકરીઓ કેમ નહી? અને આ વિચારથી છેલ્લા બે વર્ષથી રથયાત્રાના અખાડાના દાવપેચમાં દુર્ગવાહિનીની દિકરીઓ પણ જોડાય છે. છેલ્લા ૧૬ વર્ષથી રથયાત્રામાં અખાડાના દાવપેચો રજૂ કરવામાં આવે છે આ વખતે ૧૭માં વર્ષે ૧૭૫થી વધારે યુવાનો રથયાત્રામાં અખાડાના દાવપેચ રજૂ કરશે અને તેના માટે છેલ્લા ૧૫ દિવસથી ભાઈઓ અને બહેનો દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે.

આગામી ૭મી જુલાઈના રોજ ભાવનગર શહેરના રાજમાર્ગો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળવાની છે. આ રથયાત્રાના આકર્ષણો પૈકીનું એક આકર્ષણ હોય છે અખાડાના દાવપેચ. શ્રી પંચમાલાધારી નિર્મોહી અની અખાડા પ્રેરિત બજરંગદળના યુવાનો ભાવનગરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં છેલ્લા ૧૬ વર્ષથી અખાડાના દાવપેચ રજૂ કરવામાં આવે છે. સામાન્ય રીતે અખાડામાં પુરૂષો જ જોડાય છે પરંતુ અખાડાના દાવ દિકરાંઓ કરી શકે તો દિકરીઓ કેમ નહી? અને આ વિચારથી છેલ્લા બે વર્ષથી રથયાત્રાના અખાડાના દાવપેચમાં દુર્ગવાહિનીની દિકરીઓ પણ જોડાય છે. આ વર્ષે દુર્ગાવાહીનીની ૪૦ દિકરીઓ પણ અખાડાના દાવપેચમમાં જોડાશે. દુર્ગાવાહીની સાથે જોડાયેલા ફાલ્ગુનીબેન વડગામાએ જણાવ્યું કે, અખાડાના દાવ દિકરા કરી શકે તો દિકરીઓ કેમ નહી? અને આ સાથે જ છેલ્લા ૨ વર્ષથી રથયાત્રામાં અમે અખાડાના દાવો રજૂ કરીએ છીએ. તલવારબાજી, નળિયાફોડ, ચક્ર જેવા દાવપેચો અમે રજૂ કરીએ છીએ અને અમે રથયાત્રા પૂર્વે ૧૫ દિવસ પ્રેક્ટિસ કરીએ છીએ અને રથયાત્રાના આગલા દિવસ આરામ હોય છે.

શહેરના નિર્મળનગર ગોંડલિયાની વાડી ખાતે રાત્રે ૯થી ૧૨ દરમિયાન યુવાનો દ્વારા દરરોજ પ્રેક્ટિસ કરવામાં આવે છે. રથયાત્રામાં ૧૭૫થી વધારે યુવાનો દ્વારા અખાડાના વિવિધ દાવપેચો જેવા કેે, પટ્ટાબાજી, લાઠીદાવ, ચક્ર, બનેટી, તલવાર યુદ્ધ, ટાઈગર જમ્પ રજૂ કરવામાં આવશે. ઉપરાંત આ દાવપેચોમાં આ વર્ષે પિરામિડ તલવારબાજી અને ચક્રનો નવો દાવ રજૂ કરવામાં આવશે. રથયાત્રાના અખાડામાં પાંચથી ૫૫ વર્ષના વયજુથના વ્યક્તિઓ દ્વારા અખાડાના દાવપેચ રજૂ કરવામાં આવે છે અને રથયાત્રામાં અખાડાના કરતબો દર્શાવવા માટે ગઢ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અને ૭થી ૮ ગઢ બનાવવામાં આવ્યા છે.

3 પેઢીથી રથયાત્રાના અખાડામાં જોડાયેલા છે

અખાડા સાથે જોડાયેલા લાલાભાઈ સાટીયાએ જણાવ્યું કે, રથયાત્રામાં અખાડા સાથે મારો પરિવાર ત્રણ પેઢીથી જોડાયેલો છે. મારા પિતા રાજુભાઈ સાટિયા પછી હું અખાડા સાથે જોડાયેલો છું અને મારો પાંચ વર્ષનો દિકરો હેતાંશ સાટિયા પણ અખાડામાં આવે છે અને રથયાત્રામાં અખાડાના મંડળ સાથે જોડાઈને દાવપેેચ રમે છે અને શીખે છે.


Google NewsGoogle News