Get The App

તળાજામાં ક્રિકેટના બેટના ફટકા ઝીંકી પુત્રએ માતાની હત્યા કરી

Updated: Dec 6th, 2023


Google NewsGoogle News
તળાજામાં ક્રિકેટના બેટના ફટકા ઝીંકી પુત્રએ માતાની હત્યા કરી 1 - image


- માતાને બેટ ફટકારી મોટાભાઈએ નાના ભાઈને ફોન કર્યો

- નાના ભાઈએ મોટાભાઈ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં માતાની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી

તળાજા : તળાજા નદીના કાંઠે આવેલ જૂની પોલીસ લાઈન ખાતે રહેતા મહિલા બે પુત્રો સાથે રહીને તળાજાની ટ્રેઝરી ઓફિસમાં તરીકે ફરજ બજાવી પોતાની ચલાવતા હતા. દરમિયાનમાં મોટા પુત્ર સાથે આજે બપોરના સમયે જમવા બાબતે બોલાવી થઈ ગઈ હતી આ બોલા ચાલીએ ઉપગ્રહ સ્વરૂપ ધારણ કરી લેતા મોટા પુત્ર એ ઉશ્કેરાયને ક્રિકેટ રમવાના બેટ વડે માતાને માતા અને પીઠના ભાગે ઘા ઝીંકી દેતા મહિલાને ૧૦૮ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, તળાજા તાલુકાના કુંઢડા ગામના મૂળવતની અને હાલ તળાજા જૂની પોલીસ લાઈન તળાજી નદીના કાંઠે રહેતા નિતેશભાઇ મૂળશંકરભાઈ પંડયાએ તળાજા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, આજે બપોરના સમયે માતા રેખાબેન મૂળશંકરભાઈ પંડયા ઘરે હતા તે દરમિયાન મોટો પુત્ર મિતેશ મૂળશંકરભાઈ પંડયા (ઉ.વ ૨૯) ઘરે જમવા માટે આવ્યો હતો જમવા માટે માતા રેખાબેન સાથે બોલાચાલી થઈ ગઈ હતી. હા બોલા ચાલી અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા ઉશ્કેરાયેલા પુત્ર મિતેશ ક્રિકેટ રમવાના બેટ વડે માતા રેખાબેન ને માથા અને પીઠના ભાગે ઘા ઝીંકી દીધા હતા. દરમિયાનમાં માતા રેખાબેન લોહી લુહાણ હાલત નીચે ફટકાયા હતા અને મોટા પુત્ર મિતેશ એ નાના ભાઈ નિતેશ ને ફોન કરીને કહ્યું હતું કે માતા પડી ગયા છે તું ઘરે આવ તેમ કહેતા નિતેશભાઇ ઘરે પહોંચ્યા હતા અને તુરંત જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં આવ્યા હતા જ્યાં ફરજ ઉપર નાં તબીબે મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ કાપલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવ સંદર્ભે નિતેશભાઈ મૂળશંકરભાઈ પંડયા એ તળાજા પોલીસ મથકમાં મોટાભાઈ મિતેશ મૂળ શંકરભાઈ પંડયા વિરુદ્ધ નોંધાવી છે.


Google NewsGoogle News