Get The App

ધંધુકા રેલવે ઓવરબ્રિજના વિલંબમાં પડેલા કામ માટે રેલવે તંત્રની આડોડાઈ

Updated: Mar 17th, 2023


Google NewsGoogle News
ધંધુકા રેલવે ઓવરબ્રિજના વિલંબમાં પડેલા કામ માટે રેલવે તંત્રની આડોડાઈ 1 - image


- રેલવે પોરસનની અંદર ગડરની કામગીરી પ્રગતિમાં

- તંત્રના ઈજનેરો રાજય સરકારને ખો રમાડે છે, સાંસદ અને ધારાસભ્યની રજુઆતની પણ અવગણના 

ધંધુકા : ધંધુકા રેલવે ઓવરબ્રિજના કામ માટે રેલવે તંત્રની આડોડાઈ મુસાફરજનતામાં ટીકાને પાત્ર બનેલ છે. આ બ્રિજના એપ્રોચનુ કામ ૯૦ ટકા પુર્ણ થયેલ છે ત્યારે રેલવે તંત્રની ભાવનગર, બોટાદ, બોમ્બે અને લખનૌના ઈજનેરો કામ કરવા માટે મંજુરી ન આપી રાજય સરકારને ખો રમાડે છે. સાંસદ અને ધારાસભ્યની રજુઆતની પણ તેઓ અવગણના કરી રહ્યા છે.

ધંધુકા-અમદાવાદ ધોરી માર્ગ પર રેલવે ઓવરબ્રીજનુ કામ સને ૨૦૧૭ થી નિર્માણાધિન કરવામાં આવ્યુ છે. આ બ્રીજના એપ્રોચનું કામ ૯૦ ટકા પુર્ણ કરવામાં આવ્યુ છે ત્યારે રેલવે તંત્ર દ્વારા રાજય સરકારને ખો રમાડે છે. જેના કારણે બ્રિજનું કામ વિલંબમાં પડયુ હોવાના અહેવાલો મળ્યા છે. બોટાદ, ધંધુકા, અમદાવાદ બ્રોડગેજ રેલવે ટ્રેક ઉપર ધંધુકાના પાદરમાં રેલવે (આર.ઓ.બી.)રેલવે ઓવરબ્રિજનું કામ સને ૨૦૧૭ થી ૯૦ ટકા કામ રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ કરવામાં આવ્યુ હોવાના અહેવાલો મળ્યા છે. રેલવે પોરસનની અંદર ગડરનું કામ પ્રગતિમાં હોવાનું તેમજ યાર્ડ ઉપર ગટર બનાવવાનું કામ પણ પ્રગતિમાં છે. રેલવે ટ્રેક ઉપર બ્રિજ બનાવવાની નાના ગડરો સ્થળ પર આવી ગયા છે. જે ગડરોને લોચીંગ કરવાની કામગીરી ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે તેવુ સુત્રોએ વધુમાં જણાવ્યુ હતુ. જયારે મોટા ગડરો માટે રેલવે વિભાગની અલગ અલગ ટીમોની મંજુરી લેવાની રહે છે. જે માટે રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષથી મંજુરી માટેની કાર્યવાહી અંગેનો પત્ર વ્યવહાર શરૂ છે અને મંજુરી માટે રાજય સરકાર દ્વારા ફોલોઅપ કરાઈ રહ્યુ છે. જે માટે બોમ્બે, બોટાદ, ભાવનગર અને લખનૌની રેલવે વિભાગની ટીમોની સાથે સતત સંકલન રાખી કામગીરી કરવાની થાય છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ધંધુકાના રેલવે ઓવરબ્રીજનું કામ ઝડપથી પુર્ણ થાય તે માટે રેલવે તંત્રને સાંસદ તથા ધારાસભ્ય દ્વારા અવારનવાર રજુઆતો કરાઈ છે તેમ છતાં રેલવે તંત્રના ઈજનેરીબાબુઓ કોઈપણ પ્રકારની ગંભીરતા દાખવતા ન હોવાનું બહાર આવ્યુ છે.

રેલવે ઓવર બ્રિજ માટે અગ્રતા અપાઈ

રેલવે ઓવરબ્રીજના નિર્માણ માટે રાજય સરકાર દ્વારા રેલવે વિભાગની મંજુરી માટે ટોચ અગ્રતા આપવામાં આવેલ છે.જેની મંજુરી ઝડપથી આપવા માટે રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગ રેલવે તંત્ર સાથે સતત સંકલનમાં હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યુ હતુ. 


Google NewsGoogle News