ગાંધી 150 થીમ સાથે યોજાશે ભાવ. યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલ
ભાવનગર, તા. 26 જુલાઇ 2019, શુક્રવાર
એમ.કે. ભાવનગર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ આ વર્ષે ખુદ યુનિવર્સિટીના યજમાન પદે યોજાનાર છે. ત્યારે 150મી ગાંધી જન્મ જયંતિના ઉપલક્ષમાં થીમ આધારીત ઉજવવા આયોજન ગોઠવાયું છે. અને હાલમાં મળેલ બેઠકમાં પાંચ વિભાગોમાં કન્વીનર સહિતની જવાબદારી સોપવાની કામગીરી કરાઇ હતી.
આ અંગે સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ભાવનગર યુનિવર્સિટી દ્વારા યોજાતા રંગારંગ યુથ ફેસ્ટીવલ એ કોલેજીયનો માટે આનંદ ઉન્માદ અને શ્રેષ્ઠતાનું સંયુક્ત સમાયોજન હોય છે. જોકે આ વર્ષ યજમાન પદ માટે ખુદ યુનિવર્સિટી મેદાનમાં છે. ત્યારે તેની તૈયારી માટેની કાર્યવાહી પ્રારંભ કરી દેવાય છે.
તાજેતરમાં મળેલ બેઠકમાં ગીત સંગીત, નૃત્ય, નાટય, લીલતકલા અને સાહિત્ય એમ પાંચ વિભાગોના સંદર્ભે વિભાગ કન્વીનરની જવાબદારી સોપવામાં આવી હતી. જ્યારે નિર્ણાયકોની ટીમ પણ ભાવનગરની ઉતારવાની તૈયારી યુનિ.એ દર્શાવી છે. જેથી સ્થાનિક તજજ્ઞાોનો પણ લાભ મેળવી શકાય. અને જરૃર જણાય તો બહારના નિષ્ણાંતોને પણ બોલાવાની તૈયારી દર્શાવાઇ છે. જ્યારે હાલ આંતર કોલેજ સ્પર્ધા શરૃ છે. અને યુવક મહોત્સવની પણ જવાબદારી શારીરીક શિક્ષણ વિભાગ પર આવતા કામગીરી વધી છે. ત્યારે તૈયારીઓનો ધમધમાટ અત્યારથી આરંભી દેવાયો છે.
તો આ ઉપરાંત કલાયાત્રાની થીમ, વિવિધ મંચના નામ અંગે પણ આ બેઠકમાં ચર્ચા થવા પામી હતી. જ્યારે યુવક મહોત્સવની થીમ પણ હાલ ૧૫૦મી ગાંધી જન્મ જયંતીની ઉજવણી થઇ રહી છે. ત્યારે આ થીમ પર જ યુથ ફેસ્ટીવલ થાય તેવું નક્કી કરાયું હોવાનું જાણવા મળેલ છે. ત્યારે આગામી દિવસોમાં ૩૨ ઇવેન્ટ સંદર્ભે વધુ આયોજનો માટે બેઠકમાં નિર્ણયો લેવાશે.