Get The App

સાયકોલોજી વિષયના પી.એચ.ડી.માં પ્રેક્ટીકલ ન હોવા છતા લેવાતી ફી અંતે બંધ

Updated: Nov 8th, 2019


Google NewsGoogle News
સાયકોલોજી વિષયના પી.એચ.ડી.માં પ્રેક્ટીકલ ન હોવા છતા લેવાતી ફી અંતે બંધ 1 - image
ભાવનગર, તા. 08 નવેમ્બર 2019, શુક્રવાર

એમ.કે. ભાવનગર યુનિવર્સિટીમાં સાયકોલોજી વિષયમાં પી.એચ.ડી. પદવી મેળવનાર વિદ્યાર્થી પાસેથી પ્રેક્ટીકલની ફી અલગથી લેવાતી હતી. જોકે આ વિષયના પી.એચ.ડી.ના વિદ્યાર્થીને કોઇ પ્રેક્ટીકલ આવતુ ન હોય આ ફી નિદર્શક લેવાની હોવાનું  ધ્યાને આવતા યુનિ. દ્વારા એક ટર્મ દીઠ લેવાતી આ ૬૦૦૦ની ફી ઇસીની મંજુરીની અપેક્ષાએ ખાસ આદેશ દ્વારા આ ફી બંધ કરાવી હતી.

એમ.કે. ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓ માટે એક લાભદાયી પગલુ લેવામાં આવેલ છે. એમ.કે. ભાવનગર યુનિવર્સિટી સાયકોલોજી વિષયમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરવા અંગે વિદ્યાર્થીએ એક ટર્મ દીઠ રૂા. 6000 પ્રેક્ટીકલ ફી ભરવી પડતી હતી. અલબત સાઇકોમાં પી.એચ.ડી. કરવા માટે કોઇપણ પ્રકારની લેબોરેટરી કે વૈજ્ઞાનિક પ્રયોગ શાળામાં કોઇપણ પ્રકારનાં પ્રેક્ટીકલ કરવામાં આવતા નથી. તેથી વિદ્યાર્થીઓએ આજ સુધી બીન જરૂરી પ્રેક્ટીકલ ફી ટર્મ દીઠ રૂા.૬૦૦૦ ભરવી પડતી હતી.

કુલપતિ પોતે સાયકોલોજીના વિદ્યાર્થી છે અને તેમને એ વાતની જાણ છે કે સાયકોલોજી વિષયમાં પીએચ.ડી. કરનારને કોઇ પ્રેક્ટીકલ કરવાના નથી હોતા. વિદ્યાર્થીઓએ પોતે જે વિષયમાં પી.એચ.ડી. કરતો હોય તેનો સીનોપ્લીસ રજુ કરી નિયત સત્રો દરમિયાન થીસીસી સબમીટ કરવાનો હોય છે. તેમ છતા અત્યાર સુધી વિદ્યાર્થી પાસેથી સત્રદીઠ રૂા. 6000 ફી લેવાતી હોવાનું કેટલાક વિદ્યાર્થી નેતાઓએ રજુઆત કરતા કુલપતિએ ઇ.સી.ની મંજુરીની અપેક્ષાએ ખાસ આદેશ બહાર પડાવી આ પ્રેક્ટીકલ ફી બંધ કરાવતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી છવાઇ છે.

Google NewsGoogle News