68 વર્ષ જૂની ભાવનગર ડિસ્ટ્રીક્ટ ચેમ્બરના હોદ્દેદારો બિનહરિફ ચૂંટાયા
- 1200 થી વધુ ઉદ્યોગકારોની સભ્ય સંખ્યા ધરાવતી
- પ્રમુખ તરીકે ભૂપતભાઈ વ્યાસ અને ઉપપ્રમુખ તરીકે ચેતનભાઈ કામદાર અને કારોબારી સમિતિના 21 સભ્યોની બિનહરિફ વરણી
ભાવનગર ડિસ્ટ્રીક્ટ ચેમ્બરના પ્રમુખ તરીકે ભૂપતભાઈ વ્યાસ કે જેઓ પ્લાસ્ટિક ઉદ્યોગના પાયોનિયર છે. તેમજ મોનો ફિલામેન્ટ પ્લાન્ટના ઉત્પાદ્દન તથા સ્થાનિક સ્તરે પ્લાસ્ટિક ઉદ્યોગનું નેતૃત્વ કરે છે, તેમની વરણી થઈ છે અને ઉપપ્રમુખ તરીકે ચેતનભાઈ કામદાર કે જેઓ મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને મીઠા ઉદ્યોગની સ્થાનિક તેમજ રાષ્ટ્રીય સ્તરની સંસ્થામાં અગત્યનું સ્થાન ધરાવે છે અને સીઆઈઆઈના ભાવનગર જિલ્લાના ચેરમેન તરીકે તેમણે પ્રશંસનીય કામગીરી કરી છે, તેમની વરણી થઈ છે.
કારોબારી સભ્યોમાં મહેન્દ્રભાઈ એસ. શાહ, રવિન્દ્રભાઈ ડી. ઘેવરિયા, દેવલભાઈ જે. શાહ, મનસુખલાલ એમ. કામાણી, ધીરૂભાઈ સિદ્ધપુરા, કે.બી. લાધાવાળા, પ્રતિકભાઈ સુરેજા, વૃંદાવનભાઈ જે. જગડ, પરેશભાઈ હાંસલિયા, ઉર્મિશભાઈ સિદ્ધપુરા, સ્નેહલભાઈ સિદ્ધપુરા, ભૌતિકભાઈ જે. ડેલીવાળા, વિરેનભાઈ પી. મહેતા, શૈલેષભાઈ હરસોરા, પ્રસન્નકુમાર ખેમકા, કાનજીભાઈ ચૌહાણ, દીપકભાઈ ડી. ચૌહાણ, વિજયભાઈ પી. નવાપરા, કિશોરભાઈ સુરેજા, પ્રવિણકુમાર કણસાગરા અને હસમુખભાઈ એલ. પટેલની વરણી થઈ હતી.
સમગ્ર ચૂંટણીની કાર્યવાહી ચૂંટણી અધિકારી તરીકે સી.એ. નિહારભાઈ વોરા અને પી.જી. હેમાણી એન્ડ કો. દ્વારા પરિપૂર્ણ કરવામાં આવી હતી.