યુનિવર્સિટીની આગામી પ્રવેશ પ્રક્રિયા સમાન રીતે ઉચ્ચ શિક્ષણ હાથ ધરશે
- પબ્લિક યુનિવર્સિટી એક્ટ અમલી બન્યા બાદ
- ધો. 12 ના પરિણામ બાદ તમામ યુનિ.ની કોલેજોમાં એક જ સમયે પોર્ટલ ખુલશે : કેસીજીએ ડેટા મંગાવ્યા
મળતી વિગતો મુજબ ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા પબ્લીક યુનિવર્સિટી એક્ટ લાગુ કરી દેવાયો છે અને તબક્કાવાર યુનિવર્સિટીમાં વહીવટી સુધારા પણ શરૂ થયા છે. જ્યારે આ સુધારા વિદ્યાર્થીલક્ષી પણ બનાવવામાં આવનાર છે. જેના મહત્વના પ્રવેશના મુદ્દે યુનિવર્સિટી સ્વતંત્ર રીતે તારીખ નક્કી કરી પ્રવેશ પ્રક્રિયા માટે પોર્ટલ ખોલવા કે બંધ કરાતુ હતું.
જ્યારે કોમન એક્ટ બાદ તમામ યુનિ. માટે એક જ તારીખે એક જ સમયે પ્રવેશ પ્રક્રિયા માટે પોર્ટલ સેન્ટ્રલી ખોલવામાં આવે તેવો નિર્ણય કરાયો છે. આ સીસ્ટમ ડેવલોપ કરવા ઉચ્ચ શિક્ષણ વિભાગ તળે કમિશ્નર કચેરી તથા કેબીજી દ્વારા ફોર્મેટ તૈયાર કરવા કાર્યવાહી આરંભી છે. જેના અનુસંધાને એમ.કે. ભાવનગર યુનિવર્સિટી સહિતની યુનિ. પાસે કોલેજો તેના પ્રોગ્રામ વગેરેના ડેટા એકત્ર કરી મંગાવવામાં આવી રહ્યા છે. અને આગામી ડિસેમ્બર સુધીમાં આ ડેટા એકત્ર કરી અમલીકરણ અંગેનો નિર્ણય પણ લેવાય તેવી સંભાવના છે. ભાવનગર યુનિ. દ્વારા સાયન્સ, કોમર્સ, આર્ટસ મેનેજમેન્ટ અને રૂરલ એમ પાંચ ફેકલ્ટીની વિગતો એકત્ર કરાઈ છે અને મોકલાશે. એક તબક્કે ધો. ૧રના પરિણામ બાદ સામાન્ય રીતે પ્રવેશ પ્રક્રિયા શરૂ થતી હોય છે. જ્યારે આ કોમન પ્રવેશ પ્રક્રિયાનો સમયગાળો પણ તે જ રહેશે. જ્યારે ખાલી પડેલી જગ્યા અંગે વિભાગ આગળની પ્રક્રિયા યુનિવર્સિટીને પણ સોંપી શકે છે. જે અંગે હાલ આયોજન ચાલી રહ્યું છે.