સિહોર નગરપાલિકાની નવી ઓફિસ બની રહી છે અસામાજીત તત્વોનો અડ્ડો
- રાત્રિ દરમિયાન કચેરીના ગ્રાઉન્ડ, પાર્કિંગમાં અસામાજીક પ્રવૃત્તિ થતી હોવાની રાવ
- ચોકીદાર હોવા છતાં આવારા તત્વોને કેવી રીતે ઘુસી જાય છે? પાલિકાના અધિકારીઓ દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માંગ
ભાવનગર-રાજકોટ હાઈવે પર બનેલી સિહોર નગરપાલિકાની નવી કચેરી સાંજે બંધ થયા પછી અસામાજીક તત્વોનો અડ્ડો બની રહી છે. નગરપાલિકાના ગ્રાઉન્ડ અને પાર્કિંગમાં અસામાજીક તત્વો ઘુસી જાય છે અને પાલિકાના કર્મચારીઓની મીલીભગતથી આવી પ્રવૃત્તિ થઈ રહી છે. રાત્રિના સમયે કેટલાક લોકો દ્વારા રૂમના તાળા પણ ખોલાવી અંદર પ્રવેશ કરતા હોય છે. સિહોર નગરપાલિકાની કચેરીમાં રાત અને દિવસના ચોકીદાર પણ હોય છે. પરંતુ ચોકીદાર ફરજમાં બેદરકારી દાખવતા હોય તેવું જણાઈ રહ્યું છે અને તેના લીધે આવી અસામાજીક પ્રવૃત્તિ અહીં લાંબા સમયથી ચાલી રહી છે. આ બાબતે સિહોર નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા તાકીદે આવી અસામાજીક પ્રવૃત્તિ અટકાવવામાં આવે અને જવાબદારો સામે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સિહોરના જાગૃત નાગરિકો દ્વારા માંગ ઉઠવા પામી છે.