ભાવનગરમાં લઘુત્તમ તાપમાન 18.4 ડિગ્રી, ઠંડીનુ જોર ઘટયુ
- ડિસેમ્બર માસ પૂર્ણ થઈ ગયો છતા ઠુંઠવી નાખે તેવી ઠંડી પડતી નથી
- વહેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીનો ચમકારો, શીયાળાની ઋતુમાં બપોરના સમયે ગરમી થતા લોકોને પંખા શરૂ કરવા પડે છે
ભાવનગર શહેર અને જિલ્લામાં આજે રવિવારે મહત્તમ તાપમાન ર૯.૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૮.૪ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ પ૯ ટકા અને પવનની ઝડપ ૮ કિલોમીટર નોંધાઈ હતી. ગઈકાલે શનિવારે મહત્તમ તાપમાન ર૯.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૧૮.૪ ડિગ્રી નોંધાયુ હતુ, જયારે ભેજનુ પ્રમાણ પપ ટકા અને પવનની ઝડપ ૧૦ કિલોમીટર નોંધાઈ હતી. ગત તા. રપ ડિસેમ્બરે લઘુત્તમ તાપમાન ૧૬.૮ ડિગ્રી નોંધાયુ હતુ, જેના પગલે ઠંડીનુ જોર વધ્યુ હતુ પરંતુ છેલ્લા થોડા દિવસથી લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે તેથી ખાસ ઠંડી પડતી નથી.
મોડીરાત્રીના અને વહેલી સવારે લોકોને ઠંડીનો અનુભવ થતો હોય છે પરંતુ બપોરના સમયે ગરમીનુ જોર વધતુ હોય છે તેથી લોકોને પંખા શરૂ કરવા પડે તેવી સ્થિતી જોવા મળતી હોય છે. ડિસેમ્બર માસના અંતમાં મોટાભાગે કડકડતી ઠંડી પડતી હોય છે પરંતુ ચાલુ વર્ષે તાપમાન વધુ રહેતા ઠંડીનુ જોર ઘટી ગયુ છે. શીયાળામાં ઠુંઠવી નાખે તેવી કયારે પડશે ? તેની લોકો રાહ જોઈ રહ્યા છે.