કુંકાવાવનાં ફૌજી સરપંચે પરિણીતાને ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યું
પરિણીતાને લાયન રિસોર્ટ ધારી અને રાજકોટની હોટલમાં લઈ જઈ
દુષ્કર્મ આચરી વીડિયો ઉતારીને પતિને બતાવી દેવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ અને બ્લેકમેઈલ કરતાં આખરે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
કુંકાવાવમાં સરપંચ તરીકે સંજય વીરજીભાઈ લાખયાણી નામના ફૌજી છે . ૨૦૨૨માં તે
સરપંચ તરીકે વિજયી થયા હતા. આ પછી એક મહિલાએ એમને સોશ્યલ મીડિયામાં શુભેચ્છા આપી
હતી. એ પછી બન્ને વચ્ચે વાત આગળ વધી હતી.
હવે એમની સામે એક મહિલાએ ગંભીર આક્ષેપ કરતી પોલીસ ફરિયાદ કરીને કહ્યું છે કે આ
સરપંચે ભૂતકાળમાં સોશ્યલ મીડિયામાં ચેેટ
કરીને પરિણીતાને મળવા બોલાવી હતી અને કહ્યુ હતુ કે જો તુ મળવા નહી આવે તો તારા
પતિને તારી અને મારી વચ્ચે થતી વાતચીત હું બતાવી દઈશ. પોતાનો ઘરસંસાર ભાગવાની
બીકે મહિલા ગઈ હતી. તા.૧ સપ્ટેમ્બર ૨૦૨૨ના
રોજ ધારીના લાયન રિસોર્ટ ખાતે લઈ ગયો હતો અને રસ્તામાં સોડા પીવડાવી હતી, જેથી મહિલાના કથન મુજબ તે બેભાન થઈ ગઈ હતી અને ત્યાં
દુષ્કર્મ આચરી બિભત્સ ફોટા અને વીડિયો ઉતારી લીધો હતો. જો કોઈને આ વાત કહીશ
તો તારા આ નિર્વસ્ત્ર ફોટા સોશ્યલ
મીડિયામાં શેર કરી દઈશ એવી ધમકી આપી હતી.
એ પછી બે વાર ધારીના રિસોર્ટ પાર્કમાં શરીર સંબંધ બાંધી તેમજ એક વાર સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય કરી તેને વાયરલ કરી આપવાની અને પરિણીતાને એના પતિને મોકલી આપવાની ધમકી આપી હતી. એ પછી તાજેતરમાં જ તા.૨૦ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ રાજકોટની એક હોટલમાં લઈ જઈ ફરી બે વાર દુષ્કર્મ આચર્યું હતુ. શરીર સંબંધ બાંધ્યા બાદ સોશ્યલ મીડિયામાં શેર કરી અને નિર્વસ્ત્ર ફોટા મોબાઈલમાં રાખ્યા હતા. આથી આ બાબતે મહિલાના પતિએ આરોપીને ઠપકો આપતા તેણે લાજવાને બદલે ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ હતી. આ પછી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગેની તપાસ સાઈબર ક્રાઈમના પોલીસ ઈન્સપેક્ટર ટી.એચ. પટેલ ચલાવી રહ્યા છે. હાલ આ દુષ્કર્મના આરોપી સરપંચ હજુ પોલીસની પકક્ડથી દૂર છે.