વ્યાજે આપેલ નાણાંની ઉઘરાણી કરી શખ્સે રીક્ષા ચાલકને છરીના ઘા ઝીંક્યા
- ઇજાગ્રસ્ત આધેડને હોસ્પિટલ ખસેડાયા
- સુભાષનગર સ્મશાન પાસેથી રીક્ષામાં બેસાડી પીલગાર્ડન પાસે લાવી અત્યારેજ પૈસા આપવાનું કહી છરી મારી
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરના ઘોઘા જકાતનાકા, વારાહી સોસાયટીમાં રહેતા લાખાભાઈ ભીખાભાઈ ગોહિલે તેમના સમાજના ભાવેશ ઉર્ફે ભાવુ અશોકભાઈ ચાવડા પાસેથી એક વર્ષ પહેલાં રૂ. ૧૦,૦૦૦ વ્યાજે લીધા હતા, અને તેનું વ્યાજ પણ બે થી ત્રણ વખત ચૂકવી દીધેલું હોવા છતાં અવારનવાર વ્યાજની ઉઘરાણી કરી ગઈકાલે ભાવેશભાઈ ઉર્ફે ભાવુ અશોકભાઈ ચાવડા (રહે લીલા ઉડાનની સામે આવાસ યોજનાના મકાનમાં ભાવનગર ) ને ફોન કરતા તેઓએ મને કહેલ કે તું તારા દીકરાને લઈને અહીં પિલગાર્ડન પાસે મામાના ઓટલે આવ તેમ કહેતા લાખાભાઈએ તેને સુભાષનગર સ્મશાન પાસે આવવાનું કહેલ અને લાખાભાઈ ઘરેથી નીકળી સુભાષનગર સ્મશાન પાસે ચોકમાં આવ્યા હતા. અને થોડીવારમાં ભાવેશ ઉર્ફે ભાવુ અને અન્ય બે શખ્સ મોટરસાયકલ લઈને ત્યાં આવ્યા હતા.અને ભાવેશ ઉર્ફે ભાવુએ કહેલ કે મેં તને વ્યાજે જે રૂપિયા આપેલ છે તે તું મને અત્યારે આપી દે અને તેનું વ્યાજ પણ આપી દે તેમ કહેતા લખભૌએ તેને કહેલ કે મારી પાસે હાલ રૂપિયાની સગવડતા થાય તેમ નથી તેમ કહેતા તેણે કહેલ કે તું મારી દુકાને આવ આપણે હિસાબ કરી લઈએ એમ કહી લખભાઈની રિક્ષામાં બેસી ગયા હતા. અને બંને તેની જુબેલી હોટલ સામે આવેલ મામાના ઓટલા પાસેની દુકાને આવતા હતા ત્યારે રસ્તામાં તેણે ગાળો આપી અને બે ત્રણ પાટા માર્યા હતા. અને ત્યારબાદ અમો તેની દુકાને પહોંચ્યા હતા. તેણે મને કહેલ કે તું મને આજે જ તને વ્યાજે આપેલા રૂપિયા ૧૦,૦૦૦ અને તેનું વ્યાજ આપી દે તેમ કહી મને બેત્રણ ધોલ ઝીંકી દીધી હતી. જેથી લખભાઈએ તેને કહેલ કે મારી પાસે હાલ રૂપિયાની સગવડતા થાય તેમ નથી તેમ કહેતા તેને ઉશ્કેરાઈ જઈ ગાળો આપી તેની કેબિનમાંથી છરી લઈ મામાના ઓટલા પાસે છરીનો એક ઘા છાતીના નીચેના ભાગે મારી દેતા મને લોહી નીકળવા લાગ્યુ હતું. અને આ વખતે દેકારો થતા આજુબાજુમાંથી માણસો ભેગા થઈ ગયા હતા. અને લાખાભાઈ પોતાની રીક્ષા લઈને રિંગ રોડ ઉપર આવી ભત્રીજા વિપુલભાઈને ફોન કરી બોલાવ્યો હતો.ભત્રીજો બાઈક પર લાખાભાઇ ને બેસાડી સર ટી હોસ્પિટલ ભાવનગર સારવારમાં ખસેડયા હતા.આ બનાવ સંદર્ભે લાખાભાઈ ભીખાભાઈ ગોહિલે ભાવેશ ઉર્ફે ભાવુ અશોકભાઈ ચાવડા વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.