નારી ચોકડી પાસે વિદેશી દારૂ ભરેલી રિક્ષા મુકી શખ્સ ફરાર

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
નારી ચોકડી પાસે વિદેશી દારૂ ભરેલી રિક્ષા મુકી શખ્સ ફરાર 1 - image


પોલીસ વોચમાં હોવાની ગંધ આવી ગઈ..

સ્પીકરની ડીશ ખોલતા દારૂની ૭૮ બોટલ મળી આવી

ભાવનગર: ભાવનગરના પ્રવેશદ્વાર ગણાતા નારી ચોકડી પાસે દારૂની ખેપ લઈને આવી રહેલા શખ્સને પોલીસની જાણે ગંધ આવી ગઈ હોય તેમ વિદેશી દારૂ ભરેલી રિક્ષા મુકી શખ્સ નાસી ગયો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર વરતેજ પોલીસનો સ્ટાફ આજે ભાંગતી રાત્રે પેટ્રોલીંગમાં હતો. ત્યારે રંગોલી તરફથી એક  રિક્ષામાં અંગ્રેજી દારૂનો જથ્થો આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે નારી ચોકડી પાસે વોચ ગોઠવતા વહેલી સવારે ૪ કલાકના અરસામાં નારી ચોકડી પહેલા રોડની સાઈડમાં રિક્ષા પાર્ક કરી એક શખ્સ નાસી ગયો હતો. જેની જાણ થતાં પોલીસે દોડી જઈ થ્રી-વ્હીલ રિક્ષા નં.જીજે.૦૩.બીયુ.૨૮૮૭માં તલાશી લેતા પાછળની સીટ ઉપર લાગેલા એક મોટા સ્પીકરની ઉપરની ડીશમાં છુપાવેલી વિદેશી દારૂની ૭૮ બોટલ મળી આવી હતી. જે દારૂ અને રિક્ષા કબજે લઈ પોલીસે અજાણ્યા શખ્સો સામે પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.


Google NewsGoogle News