જામનગર જિલ્લામાં થયેલી જુદા જુદા 11 ટ્રેક્ટરની ટ્રોલીની ચોરીની ફરિયાદ નોંધાવાયા બાદ એલસીબીની ટુકડીએ શકમંદોને અટકાયતમાં લીધા
જામનગર જિલ્લાના લાલપુર,જામજોધપુર તેમજ જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં થયેલી ટ્રેક્ટરની ૧૧ ટ્રોલીની ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાયા બાદ એલસીબીની ટુકડી સક્રિય બની છે, અને કેટલાક શકમંદો ને ઉઠાવી લઈ પુછપરછ શરૂ કરી છે.
જામનગર તાલુકાના દડિયા ગામમાં રહેતા ભાવેશભાઈ ભગવાનજીભાઈ નંદા નામના ખેડૂતે પોતાના ટ્રેક્ટરની ટ્રોલી ની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી.
આ ઉપરાંત લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતા મહેન્દ્રભાઈ મેહુલભાઈ કરંગીયા નામના ખેડૂતે પોતાના ટ્રેકટર ની ટ્રોલીની ચોરી થઈ ગયા ની ફરિયાદ નોંધાવી હતી. જયારે લાલપુર તાલુકાના મુરીલા ગામમાં રહેતા રામભાઈ મેરુભાઈ કાંબરીયા નામના ખેડૂતે પણ પોતાના ટ્રેક્ટરની ટ્રોલી ની ચોરી થઈ ગયા ની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાવી હતી.
આ ઉપરાંત જામજોધપુર તાલુકાના સંગચિરોડા ગામમાં અને લાલપુર ના હરીપર, ઉપરાંત જામનગર તાલુકાના મતવા, ધુતારપર, આમરા અને મોટી વેરાવળ સહિતના ગામોમાંથી કુલ ૧૧ જેટલી ટ્રેક્ટરની ટ્રોલી ની ચોરી થઈ ગયા ની ફરિયાદ જુદા જુદા પોલીસ મથકમાં નોંધાવાઈ છે.
ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને એલસીબી ની ટુકડી હરકતમાં આવી છે, અને કેટલાક શકમંદોને ઉઠાવી લઈ પુછપરછ શરૂ કરી છે. નજીકના ભવિષ્યમાં જ ઉપરોક્ત તમામ ટ્રેક્ટરની ટ્રોલીની ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેમ જાણવા મળી રહ્યું છે.