વીમા એજન્ટનાં શરીરના ટુકડે-ટુકડા થઈ માંસના લોચા પણ નીકળી ગયા
કાગદડી પાસે સર્જાયેલા અકસ્માતમાં
મોરબીથી ઈલેકટ્રિક સ્કૂટર ઉપર રાજકોટ પરત ફરતી વખતે અકસ્માત, એકથી વધુ વાહનો શરીર પરથી ફરી વળ્યાં
કુવાડવા રોડ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે ભાવેશભાઈ
અગાઉ કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રહેતાં હતા. થોડા સમય પહેલાં જ રેલનગરમાં રહેવા
આવ્યા હતા. આજે વહેલી સવારે મોરબીથી ઈલેકટ્રિક સ્કુટર લઈ રાજકોટ આવી રહ્યા હતા
ત્યારે કાગદડી ગામના પાટિયાથી આશરે ૧૦૦ મીટર દૂર અજાણ્યા વાહને હડફેટે લીધા હતા.
જેને કારણે શરીરના ટુકડે-ટુકડા થઈ ગયા હતા. એટલું જ નહીં
માંસના લોચા પણ નીકળી ગયા હતા. આ સ્થિતિમાં એકથી વધુ વાહનો ઉપરથી ફરી વળ્યાની
શકયતા પોલીસે દર્શાવી છે. સૌથી પહેલાં કયા વાહને હડફેટે લીધા તે વિશે માહિતી
મેળવવા માટે પોલીસે સીસીટીવી કેમેરાની મદદ લીધી છે.
આ અકસ્માત અંગે ભાવેશભાઈના મોટાભાઈ ભરતભાઈ (ઉ.વ.૪ર, રહે. બાપા
સીતારામ ચોક પાસે, ગુંજન
ટાઉનશિપ, મવડી)ને
જાણ થતાં સ્થળ પર દોડી આવ્યા હતા. કૂવાડવા રોડ પોલીસ મથકના જમાદાર કે.એચ. પલાળીયાએ
તેની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
ફરિયાદમાં ભરતભાઈએ જણાવ્યું કે તે જીએસટી અને ઈન્કમટેક્ષના
વકીલ તરીકે કામ કરે છે. બે ભાઈ અને એક બહેન છે. જેમાં સૌથી મોટા પોતે છે. તેનાથી
નાના હર્ષાબેન અને સૌથી નાના ભાવેશભાઈ હતા.