Get The App

GPSCની પરીક્ષામાં ઠંડીની તીવ્ર અસર હાજર કરતાં ગેરહાજર વધુ જોવા મળ્યા

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
GPSCની પરીક્ષામાં ઠંડીની તીવ્ર અસર હાજર કરતાં ગેરહાજર વધુ જોવા મળ્યા 1 - image


પ્રશ્નપેપરો એકંદરે સરળ નીકળ્યા; પરીક્ષા શાંતિપૂર્ણ

રાજકોટ અને જામનગરમાં વર્ગ ૧-ર અને નગરપાલીકાનાં મુખ્ય અધિકારીની પરીક્ષામાં બન્ને પેપરોમાં પાંખી હાજરી

રાજકોટ :  ઠંડીનાં કારણે આજરોજ ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષામાં ઉમેદવારોની હાજરી પાંખી જોવા મળી હતી. રાજકોટમાં ૧૦૦ર૮ ઉમેદવારોમાંથી પ્રથમ પેપરમાં પ૧૩૮ અને બીજા પેપરમાં પ૦પ૬ ઉમેદવારો હાજર રહ્યા હતા. અર્થાત અડધોઅડધ ઉમેદવારો પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા.

રાજકોટમાં પ્રાથમિક શાળામાં બીઆરસી અને સીઆરસી થવા માટે જે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવી હતી તેમાં પણ જાણે ઠંડીની  અસર જોવા મળી હોય તેમ સવારનાં ૧૧ થી ૧ દરમિયાન સીઆરસીની પરીક્ષામાં ૧૭૦૦માંથી ૯૮૦ ઉમેદવારો હાજર જયારે ૭ર૦ ગેરહાજર રહ્યા હતા. એ જ રીતે બપોરે ૩ થી પની પરીક્ષા દરમિયાન ૧૦૪૪માંથી પ૭૭ ઉમેદવાર હાજર અને ૪૬૭ ઉમેદવાર ગેરહાજર રહ્યા  હતા. જામનગરમાં પણ ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ-૧, ર અને નગરપાલીકાના મુખ્ય અધિકારીની પરીક્ષામાં ૭૭૩પ ઉમેદવારમાંથી પ્રથમ પેપરમાં ૧૭ર૯ હાજર અને ર૦૦૯ ગેરહાજર જયારે બીજા પેપરમાં ૧૭૦૦ હાજર અને ર૦૩પ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ કે કોપી કેસ પકડાયો ન્હોતો. પ્રશ્ન પેપરો એકંદરે સરળ હોવાથી પરીક્ષા શાંતિપૂર્વક પૂર્ણ થઈ હતી.

GPSCrajkot

Google NewsGoogle News