Get The App

ભાવનગર મનપાના ફૂડ વિભાગે પનીર સહિતના 7 ખાદ્યપદાર્થના નમૂના લીધા

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
ભાવનગર મનપાના ફૂડ વિભાગે પનીર સહિતના 7 ખાદ્યપદાર્થના નમૂના લીધા 1 - image


- ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ફૂડ વિભાગની કાર્યવાહી 

- તહેવાર અને ફૂડ સેફ્ટી પખવાડીયાના પગલે ખાદ્યપદાર્થના નમૂના લેવાની કામગીરી યથાવત, પનીર સહિતના નમૂના લઈ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલાયા

ભાવનગર : તહેવાર તેમજ ફૂડ સેફ્ટી પખવાડીયાને લઈ મહાપાલિકાના ફૂડ વિભાગે ખાદ્યપદાર્થના નમૂના લેવાની કામગીરી યથાવત રાખી છે અનેે છેલ્લા ૮ દિવસમાં આશરે ૯પથી વધુ ખાદ્યપદાર્થના નમુના લેવામાં આવ્યા છે, જેમાં આજે રવિવારે પનીર સહિતના ખાદ્યપદાર્થના ૭ નમૂના લેવામાં આવ્યા હતાં. ખાદ્યપદાર્થના નમૂના લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.  

ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા વડી કચેરીની સૂચના અનુસાર તહેવાર અને ફૂડ સેફ્ટી પખવાડીયાના પગલે છેલ્લા આઠ દિવસથી ખાદ્યપદાર્થના નમુના લેવાની કામગીરી યથાવત રાખી છે, જેમાં આજે રવિવારે પનીર સહિતના ખાદ્યપદાર્થની લેવાની સૂચના હતી તેથી ફૂડ વિભાગની ટીમે આજે રવિવારે રજાના દિવસે સીદસર રોડ, વાઘાવાડી રોડ, પીરછલ્લા વગેરે વિસ્તારમાં રેસ્ટોરન્ટ અને પનીરનુ વેચાણ કરતા વેપારીઓને ત્યાં તપાસ કરી પનીરના પાંચ નમૂના લીધા હતાં. આ ઉપરાંત એક રેસ્ટોરન્ટમાંથી પનીરવાળી સબજી અને પનીર વગરની સબજીના બે નમૂના લેવામાં આવ્યા હતાં. ફૂડ વિભાગે પનીર સહિતના કુલ ૭ નમૂના લીધા હતાં. આ નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતાં. મહાપાલિકાના ફૂડ વિભાગની ટીમે તપાસનો ધમધમાટ યથાવત રાખતા અને ખાદ્યપદાર્થના નમૂના લેતા ભેળસેળ કરતા વેપારીઓની ચિંતા વધી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. આગામી દિવસોમાં પણ ખાદપદાર્થના નમૂના લેવામાં આવશે તેમ મહાપાલિકાના ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે. 

ઉલ્લેખનીય છે કે, ખાદપદાર્થમાં ભેળસેળ કરવામાં આવતા લોકોનુ આરોગ્ય બગડતુ હોય છે અને આવુ ન બને તે માટે ખાદ્યપદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે ફૂડ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ખાદ્યપદાર્થના નમૂના લેબોરેટરીના રીપોર્ટમાં ફેલ થતા હોય તેવી વેપારી પેઢી સામે દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેથી ભેળસેળ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાતો હોય છે. ખાદપદાર્થમાં ભેળસેળ અટકે તે માટે કડક પગલા લેવા જોઈએ તેમ જાગૃત નાગરીકોમાં ચર્ચાય રહ્યુ છે. 

દશેરામાં મોબાઈલ ટેસ્ટીંગ વાને ફરસાણની દુકાનોમાં તેલ-ઘીનુ ટીડીસી માપ્યુ 

ભાવનગર મહાપાલિકાના ફૂડ વિભાગની સાથે ફૂડ સેફટી મોબાઈલ ટેસ્ટીંગ વાન દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે, જેમાં ગઈકાલે શનિવારે દશેરા પર્વમાં મોબાઈલ ટેસ્ટીંગ વાન દ્વારા શહેરના શીવાજી સર્કલ, ઘોઘાસર્કલ, સુભાષનગર સહિતના વિસ્તારમાં આવેલ ફરસાણાવાળાની દુકાને જઈ તેલ અને ઘીનુ ટોટલ પોલર કાઉન્ટ (ટીડીસી) માપ્યા હતા તેમ મહાપાલિકાના ફૂડ વિભાગના સુત્રોએ જણાવેલ છે.   


Google NewsGoogle News