ફટાકડા ઉડતા પિતા-પુત્રે યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો
- 2 મિત્રો ફટાકડા ફોડતા હતા ત્યારે બનાવ બન્યો
- યુવાનને મોતને ઘાટ ઉતારનાર પિતા-પુત્ર ઝડપાયા
આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, ભાવનગર શહેરના કુંભારવાડા માઢીયા રોડ શેરી નંબર ૭ પાસે રહેતા ડાયાભાઈ હિંમતભાઈ ડાભી ( ઉ.વ ૩૫) એ બોરતળાવ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા ૧૨ - ૧૧ - ૨૩ ની રાત્રિના સમયે કુંભારવાડા વિસ્તારમાં આવેલ ખાર પાસે બાવળમાં ડાયાભાઈ તથા મિત્ર ગોપાલભાઈ ભરતભાઈ ચુડાસમા ( ઉ.વ ૨૫) બંને બેસેલા હતા તે દરમિયાન ગોપાલભાઈએ ફટાકડા ફોડતા ત્યાં બેસેલા પ્રતાપ ગોપાલભાઈ ગોહિલ (રહે. કુંભારવાડા માઢીયા રોડ ભાવનગર) ને ઉડયો હતો. આ બાબતે બંને વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. દરમિયાનમાં નાસ્તો લઈને પરત બંને મિત્રો જઈ રહ્યા હતા ત્યારે આકાશ પ્રતાપભાઈ ગોહિલે ઉભા રાખી ગોપાલભાઈ સાથે બોલા ચાલી કરી ગાળો આપી જમણા પડખામાં એક છરી નો ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી છૂટયો હતો. ગોપાલભાઈને લોહી લુહાણ હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત અને બ્લુ હતું. આમ આ બનાવ હત્યામાં પરિણમ્યો હતો.