પરિવાર કથા સાંભળવા ગયો ને તસ્કરો દ્વારા 9.10 લાખના સોનાના દાગીનાની ચોરી
મોરબીના ભક્તિનગર સર્કલ વિસ્તારમાં ચોરી
ધોળે દિવસે ફ્લેટના દરવાજાનો લોક ચાવીથી ખોલી દાગીના ઉઠાવી જવાતા જાણભેદૂએ ચોરી કર્યાની આશંકાએ તપાસ
મોરબી ભક્તિનગર સર્કલ રાજેશપાર્ક જ્યોતિ પાર્ક હાઈટ્સમાં રહેતા લક્ષ્મણભાઈ દેવકરણભાઈ વડસોલા (ઉ.વ.૬૫) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેના પત્ની વનિતાબેન તેમની દીકરી તૃષાબેનના મામાજીના ઘરે ખાનપર ગામે કથા સાંભળવા ગયા હતા. અને બીજી દીકરી નિશાબેન ઓફિસે ગયા ત્યારે ઘરના દરવાજાને લોક કરી ગયા હતા. બાદમાં બપોરે નિશાબેન જમવા ઘરે ગયા ત્યારે ઘરની તમામ ચીજવસ્તુઓ યથાસ્થિતિ હતી બાદમાં દીકરી તૃશાબેન તેના સાસરિયાથી ભાગવત કથામાં આવેલી હોય. જેથી તેના સોનાના ઘરેણા સાચવવા આપ્યા હતા. તે અને તેમના પત્નીના સોનાના ચેન મળી ૯.૧૦ લાખના દાગીના જોવા મળ્યા ન હતા.
આમ સવારના નવેક વાગ્યાથી બપોરે ૨ વાગ્યા દરમિયાન ફ્લેટના દરવાજાની ચાવી બનાવી અથવા માસ્ટર કીથી લોક ખોલી રૂમમાં શેટીમાં રાખેલ સોનાના દાગીના કિંમત રૂા. ૯.૧૦ લાખની અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે. ચોરીમાં કોઇ જાણભેદૂનો હાથ હોવાની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી છે.