બે ભાઇઓનો પરિવાર લગ્નમાં ગયો અને તસ્કરો દ્વારા 6.14 લાખની મત્તાનો હાથફેરો

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
બે ભાઇઓનો પરિવાર લગ્નમાં ગયો અને તસ્કરો દ્વારા 6.14 લાખની મત્તાનો હાથફેરો 1 - image


- મોરબી તાલુકાના ખાખરાળા ગામે બે બંધ મકાનના તાળા તોડી ચોરી

- માતાના પેન્શનની બચતના રોકડા રૂા. 4.50 લાખ તથા અન્ય 11 હજારની રોકડ તથા સોનાના દાગીના સહિતની મત્તાની ચોરી

મોરબી : મોરબી તાલુકાના ખાખરાળા ગામે બે સગા ભાઈઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. બે મકાનમાંથી તસ્કરો રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના સહીત કુલ રૂા. ૬.૧૪ લાખની મત્તા ચોરી કરી ગયા હોય. જે બનાવ મામલે તાલુકા મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મોરબીના ખાખરાળા ગામે વડાવીયા શેરીમાં રહેતા રહીમ અલી સુમરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ફરિયાદી રહીમભાઈ અને તેના ભાઈ મુસ્તાક બંને બાજુમાં જ અલગ રહે છે. ફરિયાદી રહીમ, તેની પત્ની અને બાજુમાં રહેતા મોટા ભાઈ મુસ્તાક અને તેની પત્ની તેમજ બાળકો બધા ઘરને તાળા મારીને મોરબીના માધાપરમાં રહેતા મામાના દીકરા હનીફ સુમરાની દીકરી સહેનાઝના લગ્નમાં આવ્યા હતા અને લગ્ન પતાવી માતા રહેમતબેનને શ્વાસ ચડતા ઘરે જવું છે. કહેતા બપોરે ચારેક વાગ્યે મોરબી જુના બસ સ્ટેશન મુકવા ગયા હતા અને ફરિયાદી લગ્નમાં આવતા રહ્યા હતા.

માતા રહેમતબેન ખાખરાળા જતા રહ્યા હતા અને માતાએ ઘરે પહોંચી પાડોશીના ફોનમાંથી ફોન કરી ઘરમાં ચોરી થયાનું જણાવ્યું હતું. જેથી બંને ભાઈ પરિવાર સાથે ઘરે જવા નીકળ્યા હતા. જ્યાં ઘરે પહોંચી જોતા બંને રૂમના તાળા તૂટેલા હતા અને સામાન વેરવિખેર પડયો હતો. તિજોરી ચેક કરતા તેમાં માતાની પેન્શનની બચતના રોકડ રૂા. ૪.૫૦ લાખ અને દીકરા મુનાફ અને મુજ્મીનની બચતના રૂા. ૯૦૦૦ તેમજ તિજોરીમાં રાખેલ સોનાના દાગીના જોવા મળ્યા ના હતા.

તેમજ મોટા ભાઈ મુસ્તાકના મકાનના રૂમના દરવાજાનું તાળું તૂટેલ હતું જેના રૂમમાં સામાન વેરવિખેર હોય અને કબાટમાંથી રોકડ રૂા. ૨૦૦૦, સોનાના  જોવા મળ્યા ના હતા. આમ ફરિયાદી અને તેના ભાઈ મુસ્તાકના મકાનમાંથી રોકડ રકમ રૂા. ૪,૬૧,૦૦૦ અને સોના ચાંદીના દાગીના કિંમત રૂા. ૧,૫૩,૦૦૦ સહિત કુલ રૂા. ૬,૧૪,૫૦૦ની મત્તા ચોરી થયાનું ફરિયાદમાં જણાવ્યું છે. મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.


Google NewsGoogle News