ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવા માટે શહેર કોંગ્રેસ ટીમ મહારાષ્ટ્ર જશે

Updated: Jan 14th, 2024


Google NewsGoogle News
ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાવા માટે શહેર કોંગ્રેસ ટીમ મહારાષ્ટ્ર જશે 1 - image


- કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાનાર

- આજથી શરૂ થઈ રહેલી આ 6500 કિમીની યાત્રા દેશના 110 જિલ્લા અને 115 તાલુકામાંથી પસાર થશે

ભાવનગર : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં આવતીકાલ તા.૧૪મી જાન્યુઆરીથી મણિપુરથી શરૂ થઈ રહેલી ભારત જોડો ન્યાય યાત્રા મહારાષ્ટ્ર પહોંચશે ત્યારે તેમાં જોડાવા માટે ભાવનગર શહેર કોંગ્રેસની ટીમ મહારાષ્ટ્ર જશે. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. 

તેમણે જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રાની અભૂતપૂર્વ સફળતા બાદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભારત જોડો ન્યાય યાત્રાનો આવતીકાલ તા. ૧૪મીથી મણિપુરથી પ્રારંભ થશે. આ યાત્રા મુંબઈમાં ૨૦ માર્ચના રોજ પૂર્ણ થશે. ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી પ્રારંભ થઈ નાગાલેન્ડ, અસમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉડીસા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રથી પસાર થશે. દેશમાં વધી રહેલ આર્થિક અસમાનતા, સામાજિક ધૂ્રવિકરણને રોકવા અને સર્વસમાવેશી રાજનીતિ માટે આ યાત્રા યોજાશે. ૬૫૦૦ કિમીની ભારત જોડો ન્યાય યાત્રા ૧૧૦ જિલ્લા અને ૧૧૫ તાલુકામાંથી પસાર થશે.  

આ યાત્રા મહારાષ્ટ્રમાંથી પસાર થશે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસની ટીમ ત્યાં જશે. તેમ તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા વિશ્વના કોઈપણ રાષ્ટ્રીય નેતાએ ન કરી હોય તેમ સૌથી લાંબી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ૪૫૦૦ કિમીની સફર ભારત જોડો યાત્રા યોજવામાં આવી હતી.  


Google NewsGoogle News