Get The App

મહાપાલિકાનુ 1,200 કરોડથી વધુનુ બજેટ રજુ કરાશે, બેઠકનો ધમધમાટ

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
મહાપાલિકાનુ 1,200 કરોડથી વધુનુ બજેટ રજુ કરાશે, બેઠકનો ધમધમાટ 1 - image


- ભાવનગર મનપાના બજેટમાં સુધારા-વધારા માટે કમિશનરે અધિકારીઓની બેઠક બોલાવી  

- પ્રથમ દિવસે ઘરવેરા, એસ્ટેટ, ટાઉન પ્લાનીંગ, ડ્રેનેજ સહિતના વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરાઈ, આજે અન્ય વિભાગના અધિકારીઓ સાથે બજેટ અંગેની ચર્ચા કરાશે 

ભાવનગર : દર વર્ષે માર્ચ માસ પૂર્વે ભાવનગર મહાનગરપાલિકાનુ બજેટ મંજુર કરવાનુ હોય છે તેથી હાલ મહાપાલિકાએ આગામી વર્ષ ર૦ર૪-રપના બજેટ અંગેની તૈયારીઓ હાથ ધરી છે. અંદાજપત્રમાં સુધારા-વધારા કરવા માટે અધિકારીઓની બેઠકો મળી હતી, જેમાં આજે મંગળવારે પ્રથમ દિવસે ૧૦થી વધુ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી. આવતીકાલે બુધવારે પણ કેટલાક વિભાગના અધિકારીઓ સાથે બજેટ અંગે સમીક્ષા કરવામાં આવશે. કમિશનરની સુચના મુજબ બજેટમાં સુધારા-વધારા કર્યા બાદ બજેટ પાસ કરવા માટે સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં મોકલાશે. આશરે રૂ. ૧,ર૦૦ કરોડથી વધુનુ બજેટ મંજુર કરાશે તેમ જાણવા મળેલ છે. 

ભાવનગર મહાનગરપાલિકામાં આજે મંગળવારે આગામી વર્ષ ર૦ર૪-રપના બજેટ અંગે અધિકારીઓની બેઠક બોલાવી હતી. કમિશનરના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી, જેમાં પ્રથમ દિવસ નાયબ કમિશનર એડમીન અને નાયબ કમિશનર જનરલ હેઠળના આવતા ઘરવેરા, એસ્ટેટ, ટાઉન પ્લાનીંગ, ડ્રેનેજ, ટાઉન પ્લાનીંગ, ટાઉન ડેવલપમેન્ટ, કોમ્પ્યુટર, આરોગય, યુસીડી, એકાઉન્ટ સહિતના વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં. આ બેઠકમાં અધિકારીઓએ બજેટ અંગે ચર્ચા કરી હતી. કયાં વિભાગમાં કેટલો ખર્ચ કરવો અને કેટલો ખર્ચ ઘટાડવો ? સહિતની સમીક્ષા કરવામાં આવી હતી. કમિશનરે જુદા જુદા વિભાગના અધિકારીઓના અભિપ્રાય મેળવ્યા હતાં. આવતીકાલે બુધવારે સીટી એન્જીનીયર હેઠળ આવતા વિભાગના અધિકારીઓ સાથે બજેટ અંગે સમીક્ષા કરવામાં આવશે. કમિશનરે પ્રથમ દિવસે કેટલાક વિભાગના અંદાનપત્રમાં સુધારા-વધારા કરવા સુચના આપી હોવાનુ જાણવા મળેલ છે. આ સુધારા-વધારાની કામગીરી હાથ ધરવામાં આવશે. સુધારા-વધારા સાથેનુ બજેટ પાસ કરવા માટે સ્ટેન્ડીંગ કમિટિમાં મોકલવામાં આવશે. 

સ્ટેન્ડીંગ કમિટિના સભ્યો પણ બજેટ બેઠક બોલાવશે અને જુદા જુદા અધિકારીઓ સાથે ચર્ચા કરશે, ત્યારબાદ સ્ટેન્ડીંગ કમિટિના સભ્યો બજેટમાં સુધારા-વધારા કરાવશે તે કર્યા બાદ સુધારા-વધારા સાથેનુ બજેટ મંજુર કરશે. આ બજેટ પાસ થવા માટે સાધારણ સભામાં જશે. આશરે રૂ. ૧ર૦૦ કરોડથી વધુનુ બજેટ મંજુર કરાશે તેમ મનપાના સુત્રોએ જણાવેલ છે. આગામી તા. ૩૧ માર્ચ પહેલા સાધારણ સભામાં બજેટ મંજુર કરવાનુ હોય છે તેથી મહાપાલિકા પાસે હજુ બે માસ કરતા વધુ સમય છે. 

ગત વર્ષે મનપામાં રૂ. 96.27 લાખની પુરાંતવાળા બજેટને મંજુરી અપાઈ હતી 

ભાવનગર મહાપાલિકામાં ગત વર્ષ ર૦ર૩-ર૪માં રૂ. ૧ર૭૮,પ૬,૦૦,૦૦૦ના અંદાજપત્રને સાધારણ સભામાં સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી, જેમાં ૧૧૮ર,ર૯,૦૦,૦૦૦નો ખર્ચ કરતા વર્ષાન્તે રૂ. ૯૬,ર૭,૦૦,૦૦૦ના પુરાંતવાળુ અંદાજપત્ર મંજુર કરવામાં આવ્યુ હતું. આ બજેટની સરખામણીએ આગામી વર્ષ ર૦ર૪-રપના બજેટની રકમમાં વધારો થશે તેમ જણાય રહ્યુ છે. 


Google NewsGoogle News