ભાવનગર મનપાની પરીક્ષા માટે 28,415 ઉમેદવારના કો-લેટર વેબસાઈટ પર મુકાયા

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
ભાવનગર મનપાની પરીક્ષા માટે 28,415 ઉમેદવારના કો-લેટર વેબસાઈટ પર મુકાયા 1 - image


- 29 મીએ હેડ કલાર્ક સહિતની સંવર્ગની લેખીત પરીક્ષા, 1906 ઉમેદવારની અરજી 

- 5 નવેમ્બરે જુનીયર કલાર્ક, ડેપ્યુટી ચીફ ઓડીટર સહિતની 7 સંવર્ગની પરીક્ષા, 26,509 ઉમેદવારે અરજી કરી 

ભાવનગર : ભાવનગર મહાપાનગરપાલિકામાં કેટલીક ખાલી જગ્યા માટે ત્રણ તબક્કામાં પરીક્ષા લેવામાં આવી રહી છે, જેમાં ગત રવિવારે ૧પ કેટર માટેની લેખીત પરીક્ષા અમદાવાદ-ગાંધીનગર ખાતે લેવામાં આવી હતી. હવે આગામી બે રવિવાર જુદા જુદા સંવર્ગની લેખીત પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટેના કો-લેટર વેબસાઈટ પર મનપા દ્વારા મુકી દેવામાં આવેલ છે.  

ભાવનગર મહાપાલિકામાં ૩૦ કેડરની આશરે રરપ ખાલી જગ્યા પર ત્રણ તબક્કામાં લેખતી પરીક્ષા લેવામાં આવશે, જેમાં ગત તા. રર ઓકટોબરને રવિવારે અમદાવાદ-ગાંધીનગર ખાતે લેબોરેટરી ટેકનીશ્યન, ફાર્માસીસ્ટ, સ્ટાફ નર્સ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર સહિતની ૧પ સંવર્ગની લેખીત પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે કુલ રપ,૩૧૭ ઉમેદવારે અરજી કરી હતી, જેમાં ૧ર,૬૧૮ ઉમેદવારે પરીક્ષા આપી હતી, જયારે ૧ર,૬૯૯ ઉમેદવાર કોઈ કારણસર ગેરહાજર રહ્યા હતાં. ભાવનગરના બદલે અમદાવાદ-ગાંધીનગર પરીક્ષા લેવામાં આવતા ઘણા ઉમેદવારે પરીક્ષા ના આપી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. હવે આગામી તા. ર૯ ઓકટોબરે હેડ કલાર્ક, આસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સીસ્ટમ એનાલીસ્ટ, સીનીયર કલાર્ક અને જુનીયર કલાર્ક વગેરે સંવર્ગની લેખીત પરીક્ષા લેવામાં આવશે, જેમાં ૧૯૦૬ ઉમેદવારની અરજી આવી છે. 

આગામી તા. પ નવેમ્બરે જુનીયર કલાર્ક, ડેપ્યુટી ચીફ ઓડીટર, જુનીયર કલાર્ક કમ જુનીયર સીક્યુરીટી આસીસ્ટન્ટ, આસીસ્ટન્ટ સેક્રેટરી સહિતના સંવર્ગ માટે પરીક્ષા લેવામાં આવશે, જેમાં ર૬,પ૦૯ ઉમેદવારે અરજી કરી છે. આ બંને પરીક્ષા માટે કુલ ર૮,૪૧પ ઉમેદવારની અરજી આવી છે અને મનપા દ્વારા આ ઉમેદવારોના કો-લેટર ઓનલાઈન વેબસાઈટ પર મુકયા છે, જેમાં ઉમેદવારે કયાં સેન્ટર પર પરીક્ષા આપવા જવાનુ છે તે સહિતની માહિતી આપવામાં આવી છે. 


Google NewsGoogle News