ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટની ભરતી મુદ્દે ચાલતું આંદોલન આજથી ઉગ્ર બનશે
વીજતંત્રની કોર્પોરેટ કચેરીએ ચાર-ચાર દિવસથી ધરણાં છતાં
પ્રશ્ન વણ ઉકેલ
સમગ્ર સૌરાષ્ટ્રનાં નોકરી વાંચ્છુ ઉમેદવારો મેરીટ લીસ્ટ રદ થાય તે પહેલાં હવે આરપારની લડાઇ લડી લેવાના મુડમાં રવિવારની રજા છતાં ધરણા યથાવત
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઇલેકટ્રીકલ આસીસ્ટન્ટની ભરતી મુદે
જે મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાંથી ૩૪૧ જેટલા ઉમેદવારોને જ નોકરી
આપવામાં આવી છે. ૯૦ ટકાથી વધુ મેરીટમાં સ્થાન ધરાવતા સંખ્યાબંધ ઉમેદવારો નોકરીની
રાહ જોતા રહ્યા હોવા છતાં તેમને નિણમુંક મળી નથી. બીજી બાજુ આ મેરીટ લીસ્ટ આગામી
તા.૧૬ ફેબુ્ર.ના નિર્ધારિત સમય મર્યાદાને લીધે રદ થઇ જતું હોવાથી હવે નોકરી નહીં
મળે તેવી લાગણીથી પ્રેરાઇને અહીંની પીજીવીસીએલની કચેરીએ છેલ્લા પાંચ દિવસથી
સૌરાષ્ટ્રનાં જુદા જુદા જિલ્લાના ઉમેદવારો આંદોલન ચલાવી રહ્યા છે. રાત્રિ દરમ્યાન
અહીં જ ડેરા-તંબુ નાખીને બેઠા હોવા છતાં પીજીવીસીએલ દ્વારા કોઇ ઉકેલ લાવવામાં
આવ્યો નથી.
દરમ્યાન આંદોલનકર્તા ઉમેદવારોના આગેવાનોએ જણાવ્યું હતું કે રાજકોટમાં પીજીવીસીએલ કચેરીએ ચાલતું આંદોલન તા.૫ ફેબુ્ર.થી નિર્ણાયક તબકકામાં પ્રવેસશે. આજ સુધી ઉમેદવારો અહીં શાંતિપૂર્વક દેખાવો-ધરણાં અને સુત્રોચ્ચાર કરતાં રહ્યા છે હવે આશ્ચર્યજનક આક્રમક કાર્યક્રમ શરૃ થશે. સૌરાષ્ટ્રનાં અન્ય જિલામાંથી પણ ઉમેદવારો લડતની છાવણીમાં ઉમેરાશે. ઇલેકટ્રીક્લ આસીસ્ટન્ટની ભરતીમાં અન્યાયી નીતિ-રીતિ કદાપી ચલાવી લેવાશે નહીં તેમ તેઓએ અંતમાં જણાવ્યું હતું.