mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

થાર જીપે બાઇકને ઉડાડયું, ચાલક યુવાનનો લેવાયો ભોગ

Updated: Jun 18th, 2024

થાર જીપે બાઇકને ઉડાડયું, ચાલક યુવાનનો લેવાયો ભોગ 1 - image


જામનગર નજીક ઢીચડા ગામ પાસે

જામનગર પંથકમાં અકસ્માતના ૩ બનાવમાં ૪ ઘાયલ

જામનગર :  જામનગર નજીક ઢીચડામાં થાર જીપ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનનું ગંભીર ઇજાજ થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. જામનગર તેમજ આસપાસના વિસ્તારમાં જુદા જુદા ત્રણ વાહન અકસ્માતમાં  ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બની છે.

જામનગર નજીક ઢીચડા રોડ પર થારજીપના ચાલકે એક બાઇકને હડફેટેમાં લઈ લેતાં સબીરભાઈ દોદેપોત્રા નામના યુવાનને ગંભીર ઇજા થઈ હતી. તેઓને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં ફરજ પર ના તબીબે તેનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું.અકસ્માતના બનાવ અંગે ફરિયાદ નોંધવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જામનગરમાં સાત રસ્તા નજીક સંતોષી માતાજીના મંદિર નજીક આવેલી ઝુપડપટ્ટીમાં રહેતી સોનલબેન વનરાજભાઈ પરમાર નામની મહિલાની ૧૦ વર્ષની પુત્રી દિવ્યા કે જે દૂધ લેવા માટે ગઈ હતી, દરમિયાન તેણીને પેટ્રોલ પંપ નજીક એક અજ્ઞાાત કારના ચાલકે ઠોકરે ચડાવી ફ્રેકચર સહિતની ગંભીર ઇજા પહોંચાડી છે.ખંભાળીયા બાયપાસ રોડ પર સમરસ હોસ્ટેલ પાસે બાઈક લઈને પસાર થઈ રહેલા કનકસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ.૪૭) તેમજ વસંતબા નામની મહિલાને ટ્રકના ચાલકે ટક્કર મારી દઇ ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.જામનગરમાં ત્રણ દરવાજા પાસે ત્યાંથી પસાર થઈ રહેલા દિનેશભાઈ ત્રિકમભાઈ વાઘેલા નામના બાઈક ચાલકને બાઈકના ચાલકે ઠોકર મારી પછડી ગઈ ફેક્ચર રહીતની ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

Gujarat