અમરેલી જિલ્લામાં શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચાર્યું
- સાયન્સ સ્કૂલના શિક્ષકની કરતૂતથી ચકચાર
- પોલીસે ગણતરીની કલાકોમાં જ દુષ્કર્મ આચરનાર શિક્ષકની ધરપકડ કરી
રાજુલા : અમરેલી જિલ્લામાં સાયન્સ સ્કૂલના શિક્ષકે એક સગીરા સાથે દુષ્કર્મ આચર્યાંની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. આ મામલે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ શિક્ષકની ધરપકડ કરી હતી.
શિક્ષણ જગતને લાંછન લગાડનારી ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાની સાયન્સ સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો મોહિત જીંજાળા નામના શખ્સે એક સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવ અંગે ડુંગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા સાવરકુંડલાના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી. વોરાના માર્ગદર્શન હેઠળ રાજુલા સીપીઆઇ વે.એસ.પલાસ, ડુંગર પીએસઆઇ કે.જે. મૈયા અને સ્ટાફે લંપટ શિક્ષકની શોધખોળ હાથ ધરી ગણતરીની કલાકોમાં જ બોરડી ગામેથી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.