કોવાયા સિમેન્ટ ફેક્ટરીના આસિ. મેનેજરનાં પત્નીનો શંકાસ્પદ આપઘાત
પેનલ પોસ્ટમોર્ટમ માટે લાશને ભાવનગર ખસેડાઈ
શરીર પર ઇજાનાં નિશાન નથી, પીપાવાવ પોલીસ દ્વારા તપાસ
રાજુલાના તાલુકાના કોવાયા ગામ નજીક આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટ
કંપનીમાં પ્રોસેસ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન મેનેજરના પત્ની નિધિબેન રૃપેન્દ્રસિંઘ (ઉ.વ. ૩૫) કંપનીની
કોલોની ક્વાર્ટરમાં આપઘાત કરતા એમ્બ્યુલન્સ મારફતે રાજુલા હોસ્પિટલમાં ખસેડતા મૃતક
મહિલાની લાશમાં કોઇ ઇજાના નિશાન નહીં મળી આવતા શંકાસ્પદ લાશ લાગતા પીપાવાવ મરીન પોલીસ
હોસ્પિટલમાં દોડી આવી ઘટનામાં પોલીસને અલગ અલગ શંકાઓ પડતા ઘટનાની ગંભીરતા લઇ લોકલ
ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસની ટીમો હોસ્પિટલમાં પહોંચી મૃતક મહિલાના પતિ
રૃપેન્દ્રસિંઘની પૂછપરછ શરૃ કરવામાં આવી હાલ મૃતકની લાશ ભાવનગર હોસ્પિટલમાં
ફોરેન્સિક રિપોર્ટ કરવામાં આવશે. મૃતક રાજસ્થાન રાજના કોટા વિસ્તારના હોવાનું સામે
આવ્યું છે. હાલ પીપાવાવ મરીન પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત ટીમો અલગ અલગ દિશામાં
તપાસ હાથ ધરી છે. પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં એડી નોંધવાની કાર્યવાહી હાથ ધરી
છે.
મૃતકના પતિએ પ્રથમ આપઘાત
કર્યાનું જણાવતા પોલીસ વધુ તપાસ માટે મહિલાના ઘરે રૃમ પર તપાસ શરૃ કરી છે આપઘાત
કર્યો છે કે કેમ? અન્ય કોઇ કારણ છે કે કેમ? તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. મહિલાના પતિની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ફોરેન્સિક રિપોર્ટ બાદ સાચું કારણ જાણી શકાશે હાલ પોલીસ નિવેદન લેવાની પ્રક્રિયા
હાથ ધરી છે. સાચી હકીકત પેનલ પીએમનો રીપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.