આફ્રિકાથી આંગડિયા મારફત આવેલી 18.72 લાખની શક પડતી રોકડ કબજે

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
આફ્રિકાથી આંગડિયા મારફત આવેલી 18.72 લાખની શક પડતી રોકડ કબજે 1 - image


બે થેલીમાં મોટી રકમ ભરીને નીકળેલા શખ્સની અટકાયત

પોરબંદરના યુવાને રકમ ભાઈઓ દ્વારા મોકલાયાનું કહ્યું, હવાલામાં આવેલાં નાણાં મામલે એસઓજીની તપાસ ચાલુ

પોરબંદર: પોરબંદરમાંઅઢાર લાખ બોતેર હજારની રોકડ આંગડીયા પેઢીમાંથી લઈને નીકળેલા શખ્સની એસ.ઓ.જી.એ અટકાયત કરી પૂછપરછ કરતાં કાપડના આ વેપારીએ નાણાં આફ્રિકાથી તેના ભાઈએ મોકલ્યાનું કહ્યું હતું. જો કે, આમ છતાં પોલીસે સંબંધિત દસ્તાવેજોની ચકાસણી સહિતની તપાસ ચાલુ રાખી હાથ ધરી છે.

હાલમાં રાષ્ટ્રમાં વિદેશી નાણાં ઘૂસાડી રાષ્ટ્રનાં અર્થતંત્રને ખોખલું કરવાની સાજીશ કરતા ઇસમો ઉપર વોચ રાખવાની સૂચનાને અનુલક્ષીને એસ.ઓ.જી. ટીમની અલગ-અલગ ટીમો બનાવી પોરબંદર જિલ્લામાં આવેલ આંગડીયા પેઢીઓનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે  દરમ્યાન હેડ કોન્સ્ટેબલ મોહીત ગોરાણીયા, રવિ ચાંઉ તથા કોન્સ્ટેબલ દિલીપ મોઢવાડીયાનને બાતમી મળી હતી કે એક વ્યકિત એસ.જી. આંગડીયા પેઢીમાંથી મોટી રકમ લઇને નીકળી છે, જેથી એસ.જી. આંગડીયા પેઢી પર પહોંચીને ખરાઇ કરતા તે શખ્સ નાંણા લઇ નીકળી ગયાનું જાણવા મળ્યું હતું. તેનું વર્ણન મેળવી શોધખોળ કરતા એ ઇસમ સુદામાચોકમાં હાથમાં બે થેલીઓ લઇને જતો જણાતાં તેને રોકીને ચેક કરતા તેની પાસેની થેલીઓમાં રૂા. અઢાર લાખ બોતેર હજાર રોકડા મળી આવ્યા હતા. તેની પૂછપરછ કરતા પોરબંદરની રહેમાની મસ્જીદ પાસે રહેતો મોહંમદ ઇકબાલ ઇબ્રાહીમ નોતરીયા (ઉ.વ. ૪૫) નામના એ શખ્સે એસ.જી. આંગડીયા પોરબંદર મારફતે નાણાં આફ્રિકાથી આવ્યા હોવાનું કહ્યું હતું,પરંતુ કોઇ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. પોલીસે બી.એન.એસ.એસ. ૨૦૨૩ની કલમ ૧૦૬ મુજબ નાણાં કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એ યુવાનને પોલીસે પૂછપરછ માટે એસ. ઓ. જી. કચેરી ખાતે લઈ ગયા બાદ તપાસ હાથ ધરતા તે કાપડનો દુકાનદાર હોવાનું જણાવ્યું હતું અને આરકમ તેના ભાઈઓ આફ્રિકા છે તેમણે મોકલી હોવાનું પ્રાથમિક તબક્કે એસ. ઓ. જી.ના પીઆઇ પી.ડી. જાદવ પાસે કબૂલ્યું છે. આથી તે અંગેના દસ્તાવેજો સહિત વિગતો રજૂ થશે ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, આઇટી ડિપાર્ટમેન્ટને પણ આ અંગે જાણ કરવામાં આવે તેવી શક્યતા જણાઈ રહી છે.


Google NewsGoogle News