Get The App

સુરેન્દ્ર રશ્મી ક્રિકેટ ટૂર્ના. : જ્ઞાનમંજરી, કાકડીયા સ્કૂલનો સેમી ફાઈનલમાં પ્રવેશ

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્ર રશ્મી ક્રિકેટ ટૂર્ના. : જ્ઞાનમંજરી, કાકડીયા સ્કૂલનો સેમી ફાઈનલમાં પ્રવેશ 1 - image


- 4 કર્વાટર ફાઈનલ મેચ જીતવા રસાકસી જામી 

- દક્ષિણામૂર્તિ વિદ્યામંદિર અને સેન્ટ ઝેવિયર્સની ટીમે સેમી ફાઈનલમાં જગ્યા બનાવી 

ભાવનગર : ભાવનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસિએશન દ્વારા સુરેન્દ્ર રશ્મી અન્ડર-૧૪ ઈન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામાં આવેલ છે. આ ર૦-ર૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૧૯ ટીમે ભાગ લીધો હતો અને નોકઆઉટ પધ્ધતીથી ટુર્નામેન્ટ રમાડવામાં આવી રહી છે. આજે રવિવારે બે કર્વાટર ફાઈનલ મેચ રમાડવામાં આવી હતી, જેમાં જ્ઞાનમંજરી સ્કૂલ અને એલ.જી.કાકડીયા સ્કૂલની ટીમે શાનદાર દેખાવ કરી વિજય મેળવ્યો હતો. આ બંને ટીમે સેમી ફાઈનલ મેચમાં પ્રવેશ કર્યો છે. 

ભાવનગર શહેરના ભરૃચા કલબના મેદાન ખાતે આજે રવિવારે સુરેન્દ્ર રશ્મી ક્રિકેટ ટુર્નામેન્ટની બે કર્વાટર ફાઈનલ મેચ રમાડવામાં આવી હતી. પ્રથમ કર્વાટર ફાઈનલ મેચમાં જ્ઞાાનમંજરી સ્કૂલની ટીમે બેટીંગ કરી ર૦ ઓરવમાં ૧ વિકેટ ગુમાવી ૧૮૧ રન નોંધાવ્યા હતા, જેમાં દત્ત પટેલે અણનમ ૭૮ રન અને ક્રિષ્ના જાધવાણીએ અણનમ ૮ર રન ફટકાર્યા હતા, ત્યારબાદ ફાતિમા કોન્વેટ સ્કૂલની ટીમે બેટીંગ કરી લક્ષનો પીછો કરતા ૧૯.૧ ઓવરમાં ૧૩૧ રનમાં ટીમ ઓલઆઉટ થઈ જતા પ૦ રને જ્ઞાાનમંજરી સ્કૂલે વિજય મેળવ્યો હતો, જેમાં ગરૃમીત ધોળકીયાના ૪૩ અને કેવલના ર૮ રન મુખ્ય હતા, જયારે બોલર ક્રિષ્ના જાધવાણીએ ર વિકેટ ઝડપી હતી. 

બીજી કર્વાટર ફાઈનલ મેચમાં એલ.જી.કાકડીયાની ટીમે બેટીંગ કરી ર૦ ઓવરમાં ૭ વિકેટે ૧૧૦ રન નોંધાવ્યા હતા, જેમાં અરજાવના ૩૭ રન મુખ્ય હતા, જયારે બોલર દેવ અંધારીયાએ ૩ અને સાર્થક અધવર્યુએ ર વિકેટ ઝડપી હતી. ત્યારબાદ કેપીઇએસ સ્કૂલની ટીમે બેટીંગ કરી ૧૭ ઓવરમાં પ૯ રનમાં ટીમ ઓલઆઉટ થઈ જતા કાકડીયા સ્કૂલનો પ૧ રને વિજય થયો હતો, જેમાં કોઈ બેટસમેનના ખાસ રન ન હતા, જયારે બોલર ધ્યેય વડગામાએ ૩ અને જતીન સીદહનાએ ર વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે, શનિવારે બે કર્વાટર ફાઈનલ મેચ રમાડવામાં આવી હતી, જેમાં પ્રથમ મેચમાં દક્ષિણામૂર્તિ વિદ્યામંદિરની ટીમે સેન્ટ મેરીસ ગુજરાતી મીડીયમ સામે રપ રને વિજય મેળવ્યો હતો, જયારે બીજી મેચમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની ટીમે વિદ્યાધીશ વિદ્યાસંકુલ ઇંગ્લીશ સ્કૂલ સામે ૯ વિકેટ વિજય મેળવ્યો હતો. 

આજે બે સેમી ફાઈનલ મેચ રમાશે 

સુરેન્દ્ર રશ્મી અન્ડર-૧૪ ઈન્ટર સ્કૂલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આવતીકાલે સોમવારે બે સેમી ફાઈનલ મેચ રમાડવામાં આવશે, જેમાં સવારે પ્રથમ સેમી ફાઈનલ મેચ દક્ષિણામૂર્તિ અને જ્ઞાાનમંજરી સ્કૂલ વચ્ચે રમાશે, જયારે બીજી સેમી ફાઈનલ મેચ એલ.જી. કાકડીયા અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ વચ્ચે રમાશે. આ મેચ જીતવા ખેલાડીઓ વચ્ચે રસાકસી જામશે ત્યારે કંઈ ટીમ વિજય મેળવી ફાઈનલમાં પહોંચે છે ? તેની રાહ જોવી જ રહી. 


Google NewsGoogle News