ભાવનગર વિસ્તારમાં વહેલી સવારે અચાનક બ્લેક આઉટ, લોકો પરેશાન થયા

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
ભાવનગર વિસ્તારમાં વહેલી સવારે અચાનક બ્લેક આઉટ, લોકો પરેશાન થયા 1 - image


- વહેલી સવારે 5 વાગ્યે લાઈટ ચાલી જતાં રહીશોને ભારે હાલાકી થઈ

- તળાજા જકાતનાકા વિસ્તારમાં રોડનું કામ ચાલતું હતું ત્યાં કેબલ તૂટી જતાં વિજ પુરવઠો ખોરવાયો હતો

ભાવનગર : ભાવનગર  શહેરના ભરતનગર વિસ્તારમાં આજે વહેલી સવારે અચાનક વિજળી ડૂલ થઈ જતાં બ્લેક આઉટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. વહેલી સવારે અચાનક લાઈટ ચાલી જવાથી લોકોની દિનચર્ચા પર અસર પડી હતી. વહેલી સવારે કોર્પોરેશનનું પાણી આવતું હોય લાઈટ વિના પાણી ભરવાથી લઈ અનેક બાબતોમાં સ્થાનિકોએ હાલાકી ભોગવવી પડી હતી. જોકે તળાજા જકાતનાકા વિસ્તારમાં રોડની કામગીરીમાં કેબલ તૂટી જતા આ સ્થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના ભરતનગર વિસ્તારમાં આજે વહેલી સવારે ૫ વાગ્યે અચાનક વિજળી  ડૂલ થઈ ગઈ હતી. સામાન્ય રીતે વિજ વિભાગ દ્વારા અગાઉથી જાણ કરી વિજકાપ આપવામાં આવતો હોય છે પરંતુ આજે અચાનક વહેલી સવારે લાઈટ ચાલી જતાં લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. લાઈટ નહી હોવાના કારણે વહેલી સવારે કોર્પોરેશનનું પાણી ભરવાથી લઈ અનેક બાબતોમાં રહીશોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વહેલી સવારે લાઈટ ગઈ તે પછી ૪ કલાક બાદ વીજ પુરવઠો પૂર્વવત થયો હતો. પીજીવીસીએલ અધિકારીના જણાવ્યા અનુસાર શહેરના તળાજા જકાતનાકા વિસ્તારમા રોડ બનાવવાની કામગીરી ચાલે છે ત્યાં અંડરગ્રાઉન્ડ કેબલ તૂટી જતાં વિજ પુરવઠો ખોરવાયો હતો. જોકે પીજીવીસીએલ તંત્રને જાણ થયે તેની વૈકલ્પિક વ્યવસ્થા કરી વીજ પુરવઠો પૂર્વવત કરાયો હતો. પરંતુ વહેલી સવારે લાઈટ ચાલી જતા ભરતનગરના રહીશોએ ભારે હાલાકી વેઠવી પડી હતી.


Google NewsGoogle News