Get The App

વંદે ભારત ટ્રેન પર ફરી પથ્થરમારો, આ વખતે રાજકોટમાં બનાવાઈ નિશાન, હર્ષ સંઘવી ટ્રેનમાં હતા હાજર

કાંચને નુકસાન સિવાય કોઈ મોટી હાનિના અહેવાલ નથી, રેલવે દ્વારા તપાસ શરૂ થઇ

ઘટના વખતે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા

Updated: Dec 8th, 2023


Google News
Google News
વંદે ભારત ટ્રેન પર ફરી પથ્થરમારો, આ વખતે રાજકોટમાં બનાવાઈ નિશાન, હર્ષ સંઘવી ટ્રેનમાં હતા હાજર 1 - image


Stone pelting on Vande Bharat train in Rajkot: વંદે ભારત ટ્રેન પર ફરી એકવાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ વખતે રાજકોટમાં આ ઘટના બની હતી. જોકે અહીં મહત્ત્વપૂર્ણ એ છે કે જ્યારે પથ્થરમારાની ઘટના બની ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. 

ક્યાં થયો પથ્થરમારો? 

માહિતી અનુસાર રાજકોટના બિલેશ્વર સ્ટેશનની નજીકમાં જ આ પથ્થરમારાની ઘટના બની હતી. આ ઘટના રાતે બની હોવાની માહિતી છે. પથ્થરમારાને કારણે ટ્રેનમાં કાંચને નુકસાન થયું હતું. જોકે કોઈ મોટી હાનિના અહેવાલ નથી. આ મામલે રેલવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વંદે ભારતમાં મુસાફરી અંગેે હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને કેટલીક તસવીરો પણ શેર કરી હતી. 

વંદે ભારત ટ્રેન પર ફરી પથ્થરમારો, આ વખતે રાજકોટમાં બનાવાઈ નિશાન, હર્ષ સંઘવી ટ્રેનમાં હતા હાજર 2 - image

Tags :