શ્રાવણ પહેલાં સૌરાષ્ટ્રમાં શરૃ થયો જૂગાર, 36 પત્તાપ્રેમીઓ રૃા.74૪હજાર સાથે ઝડપાયા

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
શ્રાવણ પહેલાં સૌરાષ્ટ્રમાં શરૃ થયો જૂગાર, 36 પત્તાપ્રેમીઓ રૃા.74૪હજાર સાથે ઝડપાયા 1 - image


દ્વારકા કલ્યાણપુરમાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં ૧૭ શખ્સો ઝડપાયા

મોરબી-શહેર તાલુકામાં ત્રણ સ્થળે જુગાર રેડઆઠ પત્તાપ્રેમીઓને પકડયાજામનગર જિલ્લામાં મહિલાઓ પણ જૂગાર રમતા ઝડપાઈ

રાજકોટ :   હજુ શ્રાવણ માસ બેસવાને વાર છે ત્યાં સૌરાષ્ટ્રમાં જૂગાર રસિયાઓ જાગૃત બની ગયા છે. આની સામે સૌરાષ્ટ્રમાં પોલીસ પણ સજાગ બની છે. આજેે મોરબી, જામનગર,દેવભૂમિ દ્વારકા, સહિતના જિલ્લાઓમાં જુગાર રેડ પાડવાની શરૃઆત કરી દીધી છે.આજે જુદી જુદી જગ્યાએ જૂગાર દરોડા પાડી કુલ ૩૬ પત્તાપ્રેમીઓને રૃા.૭૪હજાર રોકડા સાથે પકડી લીધા છે. નવાઈની વાત તો એ છે કે જામનગર જિલ્લામાં મહિલાઓ પણ પુરૃષ સમોવડી બનીને જૂગટું ખેલતા ઝડપાઈ છે.

 સૌરાષ્ટ્રમાં જુેદી જુદી જગ્યાએ પડેલા જૂગાર દરોડાઓની વાત જોઈએ તો     દ્વારકાના સયાજી સર્કલ પાછળના ભાગે બાવળની જાળીમાં બેસીને રાત્રિના સમયે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા જયેશ મોહન કણજારીયા, પરેશ ડાયા નકુમ, રામશીભા જગાભા માણેક અને કમલેશ નરશીભાઈ ચોપડાને પોલીસે ઝડપી લઇ, રૃપિયા ૧૨,૩૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.કલ્યાણપુર પોલીસે નંદાણા ગામની સીમમાંથી ચુનીલાલ કાનજી સચદેવ, નથુ કારા ગોજીયા, વિજય ત્રિભુવન વિઠલાણી, રવિન છગનલાલ સચદેવ, ભરત ભાયાભાઈ લગારીયા અને ધરણાંત રણમલ આંબલીયાને જુગાર રમતા રૃપિયા ૨૧,૨૩૦ ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.    કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામેથી પોલીસે મંગાભાઈ દેવજીભાઈ ચૌહાણ, અશોક રામા વાઘેલા, ભરત ભીમશી વાઘેલા, લતીફ સુલેમાન સંઘાર, ઈરફાન અલી ખુરેશી, આમીન મલેક અને મશરી ભીમશી વાઘેલાને જુગાર રમતા ઝડપી લઇ, રૃ. ૭,૧૫૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.

એલસીબીની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર તાલુકાના ધુતારપર ગામમાં કેટલાક ી પુરુષો એકત્ર થઈને ગંજી પાના વડે જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન બે મહિલા સહિતના સાત ી પુરુષો જુગાર રમતાં મળી આવ્યા હતા.આથી પોલીસે રાજકોટમાં રહેતી શમલાબેન રમેશભાઈ જોશી તેમજ કાલાવડમાં રહેતી મનીષાબેન સંજયભાઈ સોંદરવા ઉપરાંત ધુડસીયા ગામના મુકેશ નાથાભાઈ વેકરીયા, ઉપરાંત કાલાવડ પંથકના યોગીરાજસિંહ કુંવરસિંહ જાડેજા, ધર્મેન્દ્ર પરી અશ્વિન પરી ગોસ્વામી, દિવ્યગીરી ઈશ્વરગીરી ગોસ્વામી, અને મહેન્દ્ર કરણભાઈ કારેથા સહિત સાત પત્તા પ્રેમીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૃપિયા ૨૨ હજારની રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન અને બાઇક સહિત રૃપિયા ૯૭,૦૦૦ ની માલમતા કબજે કરી છે.

મોરબી-શહેર તાલુકામાં ત્રણ સ્થળે જુગાર રેડ, આઠ પત્તાપ્રેમીઓને પકડયા છે. અહી સામાકાંઠે આવેલ મહાપ્રભુજી બેઠક નજીક જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે જયારે અમરેલી રોડ પરથી બે ઈસમો અને જુના ધરમપુર ગામેથી બે ઇસમોને રોકડ રકમ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે .સીટી બી ડીવીઝન પોલીસ ટીમ ે બાતમીને આધારે મહાપ્રભુજી જગ્યા પાસે રેડ કરી હતી જ્યાં વેડી વિસ્તારમાં બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમતા અતુલ બાબુભાઈ જંજવાડિયા, રાકેશ લઘુભાઈ મોરવાડિયા, શાંતિલાલ રાઘવજીભાઈ ઉપસરીયા અને વિજય નાગજીભાઈ રાવા એમ ચારને ઝડપી લઈને રોકડ રકમ રૃ ૬૦૯૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે   .અમરેલી રોડ પર ઈંટના ભઠ્ઠામાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા અક્ષય બાબુભાઈ અગેચણીયા અને રવિ સામંત અગેચણીયા રહે બંને વિસીપરા મોરબી વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૃ ૧૨૩૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે .જુના ધરમપુર ગામે બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા મુકેશ જીવાભાઇ ઝઝવાડિયા અને શૈલેષ હકાભાઇ રાવા રહે બંને ધરમપુર વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૃ ૪૮૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે


Google NewsGoogle News