વાંકાનેરનાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા : 1.80 લાખની રોકડની ચોરી

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
વાંકાનેરનાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા : 1.80 લાખની રોકડની ચોરી 1 - image


'યે ચોર મચાયે શોર'

પત્નીની ડીલીવરી માટે રાજકોટ ગયા અને પાછળથી બંધ મકાનમાં તસ્કરો કળા કરી ગયા

મોરબી: વાંકાનેરના ગોકુલનગરમાં રહેતા ચૌહાણ પરિવારમાં પત્નીની ડીલીવરીની તારીખ નજીક હોવાથી રાજકોટ હોસ્પિટલ ગયા હતા અને બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ વેપારના રોકડ રૂ ૧,૮૦,૦૦૦ ની ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ગોકુલનગરમાં રહેતા રવિભાઈ બળવંતરાય ચૌહાણ (ઉ.વ.૩૩) અજાણ્યા ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૦-૦૨ ના રોજ પત્નીને ડીલીવરી માટે રાજકોટ બતાવવા જવાનું હોય અને તારીખ નજીક હોય જેથી રાત્રીના દશેક વાગ્યે ફરિયાદી રવિભાઈ, તેના પત્ની રત્નાબેન અને માતા દમયંતીબેન તેમજ બહેન શીતલબેન બધા રાજકોટ હોસ્પિટલ ગયા હતા અને ઘરને તાળું માર્યું હતું પત્નીની ડીલીવરી કરવાની હોવાથી રાજકોટ હોસ્પિટલ રોકાયા હતા અને તા. ૨૧-૦૨ ના રોજ દીકરાનો જન્મ થયો હતો.

યુવાનને ધંધો વેપાર બંધ હોય જેથી તા. ૨૩-૦૨ ના રોજ ભાઈ અને બહેન દુકાને આવ્યા અને સાંજે સાડા સાતેક વાગ્યે ઘરે ગયા હતા ત્યારે ઘરનો સામાન વ્યવસ્થિત હતો અને બાદમાં ફરિયાદીના ભાઈ અને બહેન તા. ૨૪ ફેબુ્રઆરીના રોજ સવારે કપડાની દુકાને વેપાર કરવા ગયા હતા અને ફરિયાદી દવાખાને રોકાયેલ હતા સાંજના ભાઈ પીન્ટુનો ફોન આવ્યો કે ઘરના તાળા તૂટેલા જોવા મળ્યા છે. અને ઘરે ચોરી થઇ છે. તું જલ્દી આવી જા કહ્યું હતું. જેથી યુવાન રાજકોટથી વાંકાનેર પોતાના ઘરે આવ્યો હતો જ્યાં મેઈન દરવાજાનું તાળું તોડી નકુચો કાપી નાખેલ જોવા મળ્યો હતો. અને ઘરમાં લોખંડની તિજોરી ખુલી જોવા મળી હતી જેમાં રાખેલ કપડા અને અન્ય સામાન વેરવિખેર હતો.

તિજોરીમાં ધંધાના વેપારના રૂપિયા ૧,૮૦,૦૦૦ રાખેલ હતા જે ચોરી થયા હતા તિજોરીમાં ચેક કરતા અન્ય કોઈ વસ્તુની ચોરી થઇ ના હતી. આમ અજાણ્યો ઇસમ તા. ૨૩ ના સાંજથી તા. ૨૪ ના સાંજના સાતેક વાગ્યા દરમિયાન દરવાજાનો નકુચો તોડી તિજોરીનું તાળું તોડી વેપારના રોકડ રૂ ૧.૮૦ લાખની ચોરી કરી ગયો છે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News