Get The App

ચિત્રામાંથી દારૂના જથ્થા સાથે પાંચ મહિલા સહિત છ પકડાયા

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
ચિત્રામાંથી દારૂના જથ્થા સાથે પાંચ મહિલા સહિત છ પકડાયા 1 - image


મુંબઈથી દારૂની ખેપ લઈને ભાવનગર આવ્યા ત્યાં એલસીબીએ દબોચી લીધા

આડોડિયાવાસના મહિલા અને પુરૂષ બુટલેગર પાસેથી દારૂની ૪૯૦ બોટલ કબજે લેવાઈ

ભાવનગર: મુંબઈથી વિલાયતી દારૂની ખેપ લઈ ભાવનગર પહોંચેલા આડોડિયાવાસના પાંચ મહિલા અને એક પુરૂષ બુટલેગરને એલસીબીની ટીમે ચિત્રા વિસ્તારમાંથી ઝડપી લઈ દારૂની ૪૯૦ બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના આડોડિયાવાસ વિસ્તારમાં રહેતા અને અગાઉ દારૂના કેસમાં પકડાયેલા મહિલાઓ અને એક શખ્સ અન્ય રાજ્યમાંથી વિલાયતી દારૂનો મોટો જથ્થો લઈને ચિત્રા વિસ્તારમાં રોડ ઉપર ઉભા હોવાની ચોક્કસ બાતમીના આધારે પેટ્રોલીંગમાં રહેલી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ચિત્રા, ઓમ પાર્ટી પ્લોટ પાસે દરોડો પાડતા સુટકેસ અને થેલાઓમાં વિલાયતી દારૂની ૯૦ એમ.એલ.ની ૪૯૦ બોટલ (કિ.રૂા.૩૬,૭૫૦) રાખીને ઉભેલા જયશ્રીબેન દીપકભાઈ રાઠોડ (રહે, ઢોરા ઉપર, આડોડિયાવાસ), પ્રિતિબેન આરજુભાઈ રાઠોડ, કાજલબેન કાર્તિકભાઈ પરમાર (રહે, બન્ને રજની પાન પાછળ, આડોડિયાવાસ), અંજનાબેન પંકજભાઈ રાઠોડ (રહે, કતલખાનાની બાજુમાં, આડોડિયાવાસ), મીનાબેન રાકેશભાઈ રાઠોડ (રહે, ઢોરા ઉપર, આડોડિયાવાસ) અને શરદ હરેશભાઈ પરમાર (રહે, સોનલ પાન કૃપાની સામે, આડોડિયાવાસ)ને ઝડપી લઈ પૂછતાછ કરતા આ દારૂનો જથ્થો મુંબઈથી લાવી આડોડિયાવાસમાં છૂટક વેચાણ કરવાના હોવાની કબૂલાત આપી હતી. જે બનાવ અંગે એલસીબીએ પાંચ મહિલા અને શખ્સ સામે પ્રોહિ. એક્ટની જુદી-જુદી કલમ હેઠળ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News