જામનગરનાં હાપા માર્કેટિંગ યાર્ડમાં નવા અજમાની હરાજીના શ્રી ગણેશ
પ્રથમ દિવસે 10 મણ અજમાની આવકઃ 1 મણના રૃા.4551 ભાવ બોલાયા
સમગ્ર દેશમાં અજમાની મોટી આવક અને વેપાર અહીં થતા હોવાથી દેશભરના ચારેય ખૂણેથી જથ્થાબંધ ખરીદારો, મસાલા ઉત્પાદકો ,આયુર્વેદિક દવાના ઉત્પાદકો ખરીદી કરવા આવે છે
આ સાલ જીરૃના બદલે અજમાનો વાવેતર વિસ્તાર વધતાં એક લાખ મણ વધુ વેપાર થવાનો વેપારીઓનો અંદાજ
રાજકોટ - જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી નવા અજમા ના વેચાણના શ્રી ગણેશ થયા નવા અજમા ના સમગ્ર દેશભરમાં ઊંચા ભાવ સાથેની હરાજીનો જામનગરથી પ્રારંભ થયો છે. ૧ મણ નો ૪૫૫૧નો ભાવ બોલાયો હતો. આ સાલ આમરણ અને અમરેલી જિલ્લામાં તથા રાજુલા પંથકમાં જીરૃના બદલે અજમાનો વાવેતર વિસ્તાર વધતા સામાન્ય વર્ષો કરતા એક લાખ મણ વધુ વેપાર થવાના વેપારીઓ અંદાજ સેવી રહ્યા છે.
સૌરાષ્ટ્રના યાર્ડો હવે રાજયભરમાં જુદી જુદી વ્યાપારિક ખાસિયતો ધરાવતા થઈ ગયા છે. ગોંડલ યાર્ડમાં ધાણા જીરૃ, મરચાં, કપાસ મગફળી તલની એગ્રીકોમોડિટી માટે અગ્રેસર બન્યું છે. તો જામનગર યાર્ડ રાજયભરમાં અજમાની આવક અને વેપાર માટે પ્રખ્યાત બન્યું છે.અહી દર વર્ષે દોઢ લાખ ક્વિન્ટલ સુધીની આવક અને વેપારો થાય છે.જામનગરના હાપા યાર્ડમાં મગફળી બાદ આજે અજમાના વેચાણના શ્રી ગણેશ થયા હતા, અને સમગ્ર દેશભરમાં અજમાની સૌથી ઊંચી બોલી જામનગરમાં બોલાઈ છે. જેનો આજે પ્રારંભ થયો હતો, અને ૧૦ મણ અજમા ના વેચાણ માટે ૧ મણ નો ૪,૫૫૧ નો ઊંચો ભાવ બોલીને પ્રારંભ કરાયો છે. હાપા યાર્ડ આજમાં માટે ગુજરાત તેમજ દેશ ભરમાં જાણીતું છે. અજમાનાં ભાવો હાપા યાડમાંથી દેશભરમાં નક્કી થતા હોય છે.આજ રોજ હાપા યાર્ડ માં અમરેલી જિલ્લા ના ઘનશ્યામનગર ( ખાંભા) ગામનાખેડૂતનો ૧૦ મણ અજમો આજે હરરાજી માં રૃ ૪૫૫૧ માં ૧ મણ ના ભાવે વેચાયો છે.
જામનગર યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યા મુજબ રાજયમાં અજમાનું વાવેતર અમરેલી, આમરણના ચોવીસી પંથક,મોરબી, હાલારમાં વધુ થાય છે. આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં છુટક છુટક વાવેતર થાય છે. જે બધા જામનગર વેચવા માટે આવે છે અજમાના ખરીદ વેચાણ માટે જામનગર યાર્ડ એ મહત્વની કડી બને છે.ઉતર ગુજરાતમાં અજમો થાય છે એ બધા પણ જામનગર આવે છે.એ ઉપરાત આંધ્રમાં અજમાનું મોટા પાયે વાવેતર થાય છે પણ ત્યાં સુદ્રઢ બજાર વ્યવસ્થા ન હોવાથી છેક ત્યાંથી અજમો વેચવા માટે જામનગર આવે છે.અહીથી મસાલા અને આયુર્વેદિક દવાની ફાર્મસીઓ માલ ઉપાડે છ.ે અને વિદેશ વ્યાપાર પણ થાય છે.ઉતર ગુજરાતમાં થરાદ યાર્ડમાં નાના પાયે અજમાના વેપાર છે.જયારે ઊઝા યાર્ડમાં પણ વેપારો થાય છે પણ જામનગરથી આગળ વધી શકતા નથી આમ રાજ્યમાં મોખરે જામનગર છે.યાર્ડ સતાવાળાઓ કહે છે કે આ સાલ લોકોએ જીરૃનું વાવેતર ઘટાડીને અજમાનું વાવેતર કર્યું હતુ. જેના કારણે એક લાખ મણનો ઉત્પાદન વધારો થશે.
છેલ્લા ત્રણ વર્ષના વેપાર અને આવકના આકડા જોઈએ તો સાલ ૨૦૧૯-૨૦માં પોણા ત્રણ લાખ મણની આવક થઈ હતી. અને સરેરાશ ભાવ રૃા.૨૮૧૮નો હતો.૨૦૨૦-૨૧માં આવક વધીને ૩૯૧૭૦૫ મણની આવક થઈ હતી. એ વખતે ભાવ ૩૧૭૭ સરેરાશ હતા. ર૦૨૧-૨૨માં અજમાની આવક ખૂબજ વધીને ૬૦૬૦૫૫ મણનીથઈહતી. અને એ વખતે ભાવ વધીને રૃા.૩૧૦પ બોલાયા હતા.૨૦૨૨-૨૩માં આવક ટોચે પહોંચીને ૭૦૨૪૯૫ મણે આંબી ગઈ હતી.અન. ભાવ રૃા.૨૩૯૭ બોલાયા હતા.અને ૨૦૨૩-૨૪માં ૪૫૯૧૨૦ મણની આવક હતી. એ વખતે ભાવ રૃા.૨૩૯૩ બોલાયા હતા.