Get The App

કાર્તિકી પૂર્ણિમાના અવસરે પાલિતાણામાં શત્રુંજય ગિરિરાજની યાત્રાનો થયેલ પ્રારંભ

- કોરોનાને લીધે છરિપાલિત સંઘોના આયોજનો મુલત્વી રહ્યા

- પ્રથમ દિવસે 2500 યાત્રિકો, 250 સાધુ,સાધ્વીજી ભગવંતોએ યાત્રા કરી

Updated: Nov 30th, 2020


Google NewsGoogle News
કાર્તિકી પૂર્ણિમાના અવસરે પાલિતાણામાં શત્રુંજય ગિરિરાજની યાત્રાનો થયેલ પ્રારંભ 1 - image


ભાવનગર, તા.30 નવેમ્બર 2020, સોમવાર

યાત્રાધામ પાલિતાણા ખાતે સોમવારે કાર્તિકી પૂર્ણિમાના પાવનકારી પર્વથી શત્રુંજય ગિરિરાજની યાત્રાનો જય જય આદિનાથના જયઘોષ સાથે પ્રારંભ થયો હતો. આજના પ્રથમ દિવસે ૨૧૦૦ યાત્રિકો તેમજ ૨૫૦ સાધુ,સાધ્વીજી ભગવંતોએ યાત્રા કરી હતી. ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે છરિપાલિત સંઘોના આયોજનો મુલત્વી રહ્યા હતા.

તીર્થ પાલિતાણામાં જય જય આદિનાથના જયઘોષ સાથે સોમવારે સવારે ૬ વાગ્યાથી શત્રુંજય ગિરિરાજની યાત્રાનો પ્રારંભ થયો હતો.કારતકી પુનમના દિવસે ઋુષભદેવજીના પૌત્ર દ્રાવિડને વારિખિલ્લ દશ કરોડ મુનિઓ સાથે સિધ્ધિપદને પામ્યાનો દિવસ છે.તેમજ ચાતુર્માસના ચાર માસ દરમિયાન સાધુ,સાધ્વીજી ભગવંતો એક જ જગ્યાએ સ્થિરતા કરતા હોય છે જે કારતક સુદ પુનમથી વિહાર શરૂ થશે. તેમજ ઋુષભદેવજી આ તીર્થમાં પૂર્વે નવ્વાણુ વખત પધાર્યા હતા. તેથી અત્રે આજના દિવસથી નવ્વાણુ યાત્રાનો પ્રારંભ થાય છે. પરંતુ કોરોનાના કારણે ચાલુ વર્ષે નવ્વાણુ યાત્રાનું આયોજન થશે નહિ.તેમજ ગુરૂ ભગવંતોની નિશ્રામાં છરિપાલિત સંઘો પ્રયાણ થાય છે. જે પણ કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે આજની તારીખે એકપણ છરિપાલિત સંઘ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં નોંધાયા નથી. ગત વર્ષે આ સમયમાં ૪૦ થી વધુ સંઘો અલગ અલગ શહેરોમાંથી પાલિતાણાના શત્રુંજય ગિરિરાજ સુધીના છરિપાલિત સંઘો નિકળ્યા હતા.

આમ નવ્વાણુ, છરિપાલિત સંઘોના આયોજનો મોફૂક રહેતા ધર્મશાળા, દેરાસર, સ્થાનિક અલગ અલગ વ્યવસાયકારો,ટ્રાન્સપપોર્ટેશન,ખાનગી વાહનોના ચાલકો,શ્રમિકો તેમજ યાત્રિકોથી પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે રોજગારી મેળવનાર સૌ કોઈ માટે તે માઠા સમાચાર ગણાય. આજના યાત્રાના પ્રારંભના પ્રથમ દિવસે ૨૫૦૦ યાત્રિકો,૨૪૫ સાધુ,સાધ્વીજી ભગવંતોએ શેત્રુંજય ગીરિરાજની યાત્રા કરી પુણ્યનું ભાથુ બાંધ્યુ હતુ. યાત્રાળુઓને ભાતાઘરમાંથી ભાતાનું પેકેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઉકાળેલા અને કાચા પાણીના પરબ શરૂ કરવામાં આવેલ. આ પ્રસંગે ભાવનગરના પ્રાર્થના મંડળના ૪૦ તેમજ પાલિતાણાના યુવક મંડળના યુવાનોએ સ્વયંસેવક તરીકે સુંદર સેવા બજાવી હતી. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના સિનિયર મેનેજર એ.ડી. શાહના માર્ગદર્શન તળે  મેડીકલ સેવા, પેઢીનો સ્ટાફ, સિકયુરીટી ખડે પગે રહ્યા હતા. યાત્રાનો પ્રથમ દિવસ શાંતિપૂર્ણ રહ્યો હતો.ગત વર્ષની સરખામણીએ ૭૫ ટકા યાત્રિકો ઓછા જણાયા હતા. જય તળેટીએ યાત્રાળુઓની નોંધણી, માસ્ક,હેન્ડ સેનેટાઈઝર, થર્મલ ગનથી તાપમાનન માપણી સહિતની કોરોનાની ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી કરવામાં આવી હતી. તેમજ યાત્રા દરમિયાન પણ સોશ્યલ ડિસ્ટન્સિંગની તકેદારી રાખવામાં આવી હતી.



Google NewsGoogle News